• Home
  • News
  • વૈશ્વિક બજારો પછી ભારતીય શેરબજારમાં પણ કોરોના વાઈરસની અસર, સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો
post

ગુરૂવારે અમેરિકામાં સ્ટોક માર્કેટ શરૂ થયા ત્યારે 600 પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-28 10:38:41

અમદાવાદ: કોરોના વાયરસ ચીન સિવાય અન્ય એશિયાઈ દેશોમાં ફેલાતાં ગુરુવારે વૈશ્વિક બજારોમાં કડાકો બોલી ગયો હતો. નાસડેક, ડાઉ જોંસ સહિતના ઇન્ડેક્સ શરૂઆતી તબક્કે 10% જેટલા ઘટી ગયા હતા. તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી છે અને શુક્રવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે.

અમેરિકાના શેરબજારોમાં અફરા તફરી
ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે અમેરિકામાં સ્ટોક માર્કેટ શરૂ થયા ત્યારે 600 પોઇન્ટ થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ લખાય છે ત્યારે ડાઉ ઇન્ડ્ટ્રીયલ ઈન્ડેક્સ 480 પોઈન્ટ નીચો ચાલી રહ્યો છે. તેવી જ રીતે નાસ્ડેક પણ 225 પોઇન્ટ તૂટી ગયો હતો.

અર્થતંત્રને ફટકો પડવાનો IMFનો મત
ઇન્ટનેશનલ મોનીટરી ફંડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોના વાયરસ ચીન અને અન્ય દેશોમાં ફેલાઈ રહ્યો છે તેનાથી વિશ્વભરના અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે.

 

 

         

adv

Related News

post
post
post
post
post
post
post