• Home
  • News
  • અમદાવાદમાં રોજ 2 લાખ માસ્ક બની રહ્યાં છે, કિંમત 1000% સુધી વધી
post

N95 પાંચ લેયરના માસ્ક રોજના 25 હજાર બને છે, બે શિફ્ટમાં 40 લોકો કાર્યરત

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 08:51:55

અમદાવાદ: કોરોના વાઈરસના ડરથી માસ્કના બજારમાં તેજી આવી ગઈ છે. તેને ડર કહો કે સતર્કતા, બજારમાં માસ્કની માંગ અનેકગણી વધી ગઈ છે. દેશમાં રૂ. 200 કરોડની માસ્ક ઈન્ડસ્ટ્રી બે જ મહિનામાં રૂ. 400 કરોડની થઈ ગઈ છે. માસ્કની કિંમતમાં પણ 1000%નો જંગી વધારો થયો છે. ઝડપથી વધતી માંગના કારણે અમદાવાદના ચાંગોદરમાં સર્જિકલ માસ્ક બનાવવાની ગતિ બમણી થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસમાં તેનું ઉત્પાદન અનેકગણું વધી ગયું છે. એક ફેક્ટરીના ટેકનિકલ હેડ આશિષ કોટડિયાના કહેવા પ્રમાણે, સામાન્ય દિવસોમાં અહીં ધૂળના પ્રદૂષણથી બચી શકાય એવા 80 હજાર માસ્ક બનતા, પરંતુ હવે તે બનાવવાનું બંધ કરીને એન્ટિ વાઈરસ માસ્ક બનાવાઈ રહ્યા છે. તે પણ રોજના બે લાખ. અત્યંત સુરક્ષિત મનાતા પાંચ લેયરના માસ્ક પણ પ્રતિદિન 25 હજાર બનાવાઈ રહ્યા છે, જે પહેલા દર મહિને માંડ 40 હજાર બનતા. અમારી 40 લોકોની ટીમ બે શિફ્ટમાં માસ્ક બનાવી રહી છે. અહીંથી અન્ય રાજ્યોમાં પણ માસ્ક સપ્લાય કરાય છે. નોંધનીય છે કે, કોરોના વાઈરસના ડરથી દેશભરમાં માસ્કની માંગ વધી રહી છે.
5
લેયરવાળા N95 માસ્ક હોય છે સૌથી સુરક્ષિત

·         સિંગલ લેયર : કોટનનું સામાન્ય માસ્ક છે. બજારમાં રૂ. 7થી 10માં વેચાતું હતું, જે હવે બે ગણું મોંઘું.

·         ટ્રિપલ લેયર: રૂ. 15ની કિંમતનું ત્રણ લેયરનું માસ્ક હાલ રૂ. 25થી 40માં મળે છે.

·         એન-95: સૌથી સુરક્ષિત મનાતા આ માસ્કનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં ફિલ્ટર ક્લિપ હોવાથી બેક્ટેરિયા કે વાઈરસ અંદર પ્રવેશી નથી શકતા.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post