• Home
  • News
  • Corona : નવા કેસ ઘટે છે છતાં મોતનો આંકડો કેમ ઘટવાનું નામ નથી લેતો? એક્સપર્ટે આપ્યું કારણ
post

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યા છે. જો કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-19 10:21:18

નવી દિલ્હી: દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus) ના નવા કેસમાં ઘટાડો જોવા મળ્યા છે. જો કે આજે સામાન્ય વધારો થયો પરંતુ આમ છતાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે ટેસ્ટિંગ વધારવાથી ફાયદો થયો છે અને 14 અઠવાડિયામાં અઢી ગણું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જેનાથી સંક્રમણની જાણ થઈ અને તેના પર કાબૂ મેળવવામાં મદદ મળી છે. પરંતુ ચિંતાની વાત કઈક બીજી જ છે. કારણ કે કોરોનાથી મોતની સંખ્યા ઘટી રહી નથી. તાજા આંકડા મુજબ ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના નવા 2.67 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 4529 લોકોના કોરોનાથી મોત થયા છે. 

24 કલાકમાં 2.67 લાખથી વધુ દર્દીઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona Virus) વાયરસના નવા 2,67,334 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 2,54,96,330 થયો છે. એક દિવસમાં 3,89,851 દર્દીઓ કોરોનાથી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,19,86,363 પર પહોંચી છે. સૌથી ચિંતાજનક જો કોઈ વાત હોય તો કોરોનાથી વધી રહેલા મોતનો આંકડો. એક જ દિવસમાં કોરોનાથી 4529 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. કુલ મૃત્યુઆંક 2,83,248 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 32,26,719  દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 18,58,09,302 લોકોને રસી આપવામાં આવી છે. 

20 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ મંગળવારે દેશભરમાંથી કુલ 20,08,296 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું. આ સાથે અત્યાર સુધીમાં કુલ 32,03,01,177 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 

કોરોનાની  બીજી લહેરમાં યુવાઓના મોતનો દર બમણો
એવો ખુલાસો થયો છે કે ગત લહેરની સરખામણીમાં આ વખતે યુવાઓના મોતનો દર બમણો છે. આ ડેટા દિલ્હી એનસીઆરમાં 7-8 હોસ્પિટલોમાં કરાયેલા સ્ટડીના આધારે નીકળ્યો છે અને તે ખુબ જ ચિંતાજનક છે. કોવિડ-19માં આપણે યુવાઓને ગુમાવી રહ્યા છીએ. 

નવા કેસ ઓછા થવા છતાં વધ્યો મોતનો આંકડો
10
મેના રોજ ભારતમાં કોરોના સંક્રમણ 3 લાખ 88 હજાર 58 હતો, એક અઠવાડિયા બાદ 17મી મેના રોજ ઘટીને 3 લાખ 19 હજાર 437 પર પહોંચી ગયું. 10મી મેના રોજ કોવિડ-19થી થનારા મોતનો આંકડો 3948 હતો અને અઠવાડિયા બાદ વધીને 4103 સુધી પહોંચી ગયો. મોતની સંખ્યા 19મી મેના રોજ 4500 સુધી પહોંચી ગયો તો આખરે કોવિડ સંક્રમણનો ઘટતો ગ્રાફ અને મોતની વધતી રેખાથી બનતા આ એક્સ ફેક્ટરને શું કહે છે?

ભારતમાં પ્રકોપ ઘટી રહ્યો છે
દેશમાં કોરોનાનો કહેર ઘીરે ધીરે ઘટતો જોવા મળી રહ્યો છે. કારણ કે હવે સારવારની વ્યવસ્થામાં સુધારો આવી રહ્યો છે. બેડ્સ અને ઓક્સિજનની અછત પણ એટલી જોવા મળતી નથી. જીવનરક્ષક દવાઓની સારવારમાં સુધારો થયો છે. લોકડાઉન અને કરફ્યૂનો ફાયદો જોવા મળી રહ્યો છે. પરંતુ આ હાલાતમાં પણ હોસ્પિટલોમાં થતા મોતનો આંકડો ઓછો થઈ રહ્યો નથી. અને ભારતમાં હવે રોજ સરેરાશ 4000 લોકોના મોત થઈ રહ્યા છે. 

કોવિડ-19થી થતા મોતનું એક્સ ફેક્ટર
વિશેષજ્ઞોનું માનીએ તો જે જુસ્સા સાથે હિન્દુસ્તાને કોરોના સામે લડત લડવાનું મનમાં નક્કી કર્યું છે તે જ જુસ્સો જો જળવાઈ રહ્યો તો આગામી 10-15 દિવસમાં મોતનો દર પણ ઘટવાનો શરૂ તઈ જશે. જેએનયુ CSMCH ના ચેરપર્સન ડો.રાજીવ દાસગુપ્તાનું કહેવું છે કે કોરોના વાયરસથી થનારા મોતના આંકડા બે અઠવાડિયા પાછળ ચાલે છે અને 15 દિવસ બાદ નવા કેસમાં ઘટાડાની અસર મોતના આંકડા ઉપર પણ જોવા મળશે. 

આ વખતે કોરોનાનો કહેર યુવાઓ પર વધુ જોવા મળ્યો
તમે જોયું હશે કે કોવિડ-19ની બીજી લહેરે ગત વર્ષની સરખામણી આ વખતે બમણો કહેર વર્તાવ્યો છે. લગભગ દરેક ઘરમાં કોરોના સંક્રમણ પહોંચી ગયું છે અને દરેક મહોલ્લા કસ્બામાં મોતે દસ્તક આપી છે. પરંતુ તમે કદાચ આ જાણીને ચોંકી જશો કે આ વખતે કોરોનાનો કહેર યુવાઓ પર વધુ જોવા મળ્યો છે. વર્ષ 2020ના 9 મહિનામાં કોવિડ-19ના 27 ટકા દર્દીઓ 45 વર્ષની ઉપરના હતા અને ત્યારે યુવાઓનો મૃત્યુદર 2 ટકા હતો. જ્યારે 2021ના 3 મહિનામાં જ કોવિડના 27 ટકા દર્દીઓ 45 વર્ષથી ઓછી ઉંમરના છે અને મૃત્યુ દર પણ 4 ટકા સુધી પહોંચી ગયો છે. 

મેક્સ હોસ્પિટલથી મળેલા આંકડા પર કરાયેલો સ્ટડી
આ સ્ટડી દિલ્હી, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં મેક્સના અલગ અલગ 7 હોસ્પિટલોમાંથી ભેગા કરાયેલા આંકડાના આધારે કરાયો છે. જેમાં જાણવા મળ્યું છે કે મેક્સની આ હોસ્પિટલોમાં ગત 9 મહિનામાં 45 વર્ષથી ઓછી ઉંમરના 3929 દર્દી દાખલ થયા હતા જ્યારે આ વખતે 2021ના ત્રણ મહિનાની અંદર જ 1579 યુવાઓ દાખલ થઈ ચૂક્યા છે. 

કોરોનાની ઝપેટમાં કેમ યુવાઓ વધુ આવી રહ્યા છે
વિશેષજ્ઞોનું માનવું છે કે યુવાઓમાં હાલ રસી મૂકાવેલા લોકોની સંખ્યા ખુબ ઓછી છે. બીજી વાત એ છે કે મ્યૂટેન્ટ વાયરસ યુવાઓ માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે અને યુવાઓએ મોટી સંખ્યામાં ઘરથી બહાર નીકળવું પણ તેમના વાયરસની ઝપેટમાં આવવા પાછળ મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે આંકડાઓની સમીક્ષા કરનારા એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા અઠવાડિયામાં દેશમાં થઈ રહેલા મોતની સંખ્યામાં પણ ઘટાડો થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post