• Home
  • News
  • કોરોના દેશમાં:છ દિવસ પછી 40 હજારથી ઓછા કેસ આવ્યા, એક્ટિવ કેસમાં પણ 5 હજારથી વધારે ઘટાડો થયો
post

હિમાચલ પ્રદેશમાં 12 ફેબ્રુઆરી સુધીમાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ બંધ રહેશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 12:29:57

દેશમાં સોમવારે કોરોનાના 37,441 નવા કેસ નોંધાયા છે. 42,195 દર્દીઓ સાજા થયા અને 481 લોકોના મોત થયા છે. આ દરમિયાન એક્ટિવ કેસમાં 5,251નો ઘટાડો થયો છે. આ છેલ્લા છ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ પહેલાં 17 નવેમ્બરે 6,854 કેસ ઓછા થયા હતા. દેશમાં અત્યાર સુધી 91.77 લાખ કેસ આવી ચૂક્યા છે. તેમાંથી 86.03 લાખ દર્દીઓ સાજા થયા છે અને 1.34 લાખ લોકોના મોત થયા છે. 4.37 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો આ આંકડો 22 જુલાઈ પછીથી સૌથી ઓછો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

·         મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે પ્રવેશ કરી લીધો છે. સોમવારે સતત ત્રીજા દિવસે એક્ટિવ કેસમાં વધારો થયો છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 4153 નવા કેસ નોંધાયા છે. 3,729 લોકો સાજા થયા છે અને 30 લોકોના મોત થયા છે. 394 એક્ટિવ કેસ વધ્યા છે. આ પહેલાં રવિવારે 1639 અને શનિવારે 1601 એક્ટિવ કેસ વધ્યા છે.

·         હિમાચલ પ્રદેશમાં 24 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી શિમલા, મંડી, કુલ્લૂ અને કાંગડા જિલ્લામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

·         હિમાચલ પ્રદેશમાં 12 ફેબ્રુઆરી સુધીમાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ બંધ રહેશે. 31 ડિસેમ્બર સુધી કોરોનાના કારણે સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ત્યારપછી 1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડીના કારણે રજાઓ આપવામાં આવી છે. આદેશ અંતર્ગત રાજ્યમાં માસ્ક પહેર્યા વગર બહાર નીકળનારને એક હજાર રૂપિયા દંડ લગાવવામાં આવશે.

·         કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને સોમવારે પાટનગર દિલ્હીમાં મોબાઈલ વાન RT-PCR લેબની શરૂઆત કરી છે. ICMRની આ મોબાઈલ વાન લેબ કન્ટેન્ટમેન્ટ ઝોન પાસે રાખવામાં આવશે. અહીં કોઈ પણ 499 રૂપિયા આપીને કોરોનાની તપાસ કરાવી શકશે. તેનો રિપોર્ટ પણ માત્ર 6 કલાકની અંદર આવી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post