• Home
  • News
  • અત્યાર સુધી 147 કેસઃ પૂણેમાં વધુ એક સંક્રમિત મળી આવ્યો;કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ પોતાને આઈસોલેટ કર્યા
post

દિલ્હી-એનસીઆર અને ભુવનેશ્વરમાં લેબોરેટરી શરૂ કરવામાં આવશે, એક પ્રયોગશાળામાં દરરોજ 1400 સેમ્પલની તપાસ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 10:46:21

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ દિવસે દિવસેને વધી રહ્યું છે. રવિવાર રાતથી મંગળવાર રાત સુધી એટલે કે 48 કલાકમાં સંક્રમિતોની સંખ્યા ૯૯થી લધીને 147 થઈ ગઈ છે. બુધવારે પૂણેમાં વધુ એક દર્દીનો રિપોર્ટ સામે આવ્યો છે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ પોતાને 14 દિવસ માટે આઈસોલેટ કર્યા છે. તેઓ તાજેતરમાં સાઉદી અરબથી પાછા આવ્યા હતા. તેમણે ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો.

147 કેસમાં 112 ભારતીય દર્દીઓ છે જ્યારે 24 વિદેશી દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 38 કેસ છે જ્યારે કેરળમાં 25 અને ઉત્તર પ્રદેશમાં 15 કેસ છે. 14 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

અપડેટ્સ

10:22 AM આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શ્રીકલાહસ્તી મંદિર ઓથોરિટીએ કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને ભક્તોને પ્રવાસ ટાળવા અને 12 વર્ષથી નીચેના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને મુલાકાત ટાળવાની સલાહ આપી છે.

આ સપ્તાહે 2 પ્રયોગશાળા અને 49 તપાસ કેન્દ્ર શરૂ કરવામાં આવશે

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઈન્ડિયન કાઉન્સિલ ઓેફ મેડિકલ રિસર્ચ (ICMR) આગામી એક સપ્તાહમાં બે પ્રયોગશાળા અને ૪૯ નવા તપાસ કેન્દ્ર શરૂ કરશે. પ્રયોગશાળા દિલ્હી-એનસીઆર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવશે. સાથે જ 49 તપાસ કેન્દ્ર મેડિકલ કોલેજ, કાઉન્સિલ ઓફ સાઈન્ટિફીક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજેશન સહિત અન્ય સ્થળો પર શરૂ કરવામાં આવશે.

અપડેટ્સ

વિદેશ મંત્રી ડો એસ જયશંકરે કોરોના વાઈરસથી બચવા માટે કરવામાં આવી રહેલા ઉપાયો અંગે ઈમીગ્રેશન, હેલ્થ અને સિક્યોરિટી અને એરપોર્ટના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

પૂણે રેસ્ટોરન્ટ એન્ડ હોટેલિયર્સ એસોસિએશનના અધ્યક્ષ જી શેટ્ટીએ કહ્યું કે, શહેરની હોટલો 20મી માર્ચ સુધી બંધ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, પોલીસે અમને આ માટે અપીલ કરી છે સાથે જ આ અમારી નૈતિક ફરજ પણ છે. શહેરમાં 850 હોટલ છે અને તેમાં 25 હજાર કર્મચારી કામ કરે છે.

કોરોના વાઈરસ અંગે સરકારના આદેશ નજરઅંદાજ કરવાના કારણે હૈદરાબાદમાં કોચિંગ સેન્ટર, શાળા, જીમ અને બાર સહિત 66 ભવનોને સીલ કરવામાં આવ્યા છે. સરકારે આ કેન્દ્રોને ૩૧ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યા હતો. શહેરમાં આ સંબંધિત ઈમારતો બંધ છે કે નહીં, જેની પર નજર રાખવા માટે ૧૮ ટીમો બનાવવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મંગળવારે ટેલીફોન પર ચર્ચા કરી હતી. બન્ને નેતાઓએ કોરોના વાઈરસની મહામારી અંગે વૈશ્વિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.



adv

Related News

post
post
post
post
post
post
post