• Home
  • News
  • દેશનો સૌથી મોટો કારચોર:27 વર્ષમાં 5000 કાર ચોરી, ટેક્સી-ડ્રાઇવરોની હત્યા કરી; 3 પત્ની અને 7 બાળકનો છે પરિવાર
post

મની લોન્ડરિંગ અને હથિયારોની દાણચોરીમાં પણ સામેલ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-06 18:08:22

દિલ્હી પોલીસે સોમવારે દેશના સૌથી મોટા કારચોર અનિલ ચૌહાણની ધરપકડ કરી છે. અનિલ ચૌહાણ પર 5,000 કાર ચોરવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે 52 વર્ષના અનિલે કાર ચોરી કરીને દિલ્હી, મુંબઈ અને નોર્થ ઈસ્ટમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે અને તે કરોડપતિઓ જેવું જીવન જીવતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, અનિલને ત્રણ પત્ની અને સાત બાળક છે.

પોલીસનું કહેવું છે કે આ દેશનો સૌથી મોટો ચોર છે. તેણે 27 વર્ષમાં 5,000 કરતાં વધારે કાર ચોરી છે. સેન્ટ્રલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફ અનિલ વિશે માહિતી મળી હતી. ત્યાર પછી દેશબંધુ ગુપ્તા રોડથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેની પાસેથી છ પિસ્તોલ અને સાત કારતૂસ મળી છે.

કાર ચોરી દરમિયાન ટેક્સી-ડ્રાઈવરોનું મર્ડર કર્યું
દિલ્હીના ખાનપુર વિસ્તારમાં રહેતો અનિલ ઓટોરિક્ષા ચલાવવાનું કામ કરે છે. 1995 પછી તેણે કાર ચોરવાનું કામ શરૂ કર્યું હતું. 27 વર્ષમાં તેણે સૌથી વધારે મારુતિ 800 કાર ચોરી છે. અનિલ દેશના વિવિધ વિસ્તારોમાંથી કાર ચોરીને તેને નેપાળ, જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં વેચતો હતો. ચોરી દરમિયાન તેણે ઘણા ટેક્સી-ડ્રાઈવરોની હત્યા પણ કરી છે.

ત્યાર પછી તે આસામમાં રહેતો હતો. કાર ચોરી કરીને કરેલી કમાણીમાં તેણે દિલ્હી, મુંબઈ અને પૂર્વોત્તર રાજ્યોમાં પ્રોપર્ટી ખરીદી છે. ત્યાર પછી તે આસામમાં કોન્ટ્રેક્ટર બની ગયો હતો અને ત્યાંના લોકલ લીડર્સના સંપર્કમાં હતો.

મની લોન્ડરિંગ અને હથિયારોની દાણચોરીમાં પણ સામેલ
પોલીસના જણાવ્યા પ્રમાણે, અનિલ હાલ હથિયારોની દાણચોરીમાં પણ સામેલ છે. તેના પર આરોપ છે કે તેણે ઉત્તરપ્રદેશથી હથિયાર લાવીને પૂર્વોત્તર રાજ્યોના પ્રતિબંધિત સંગઠનોમાં સપ્લાય કર્યા હતા. ઈડી તરફથી તેના પર મની લોન્ડરિંગનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.

ઘણીવાર અનિલની ધરપકડ કરાઈ
અનિલની પોલીસે ઘણીવાર ધરપકડ કરી છે. 2015માં એકવાર તેની કોંગ્રેસ MLA સાથે પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે તે પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યો અને 2020માં છૂટ્યો હતો. તેની સામે 180 કેસ દાખલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post