• Home
  • News
  • નક્સલ પ્રભાવિત વિસ્તારમાં દેશનો પ્રથમ સ્માર્ટ એથ્લેટિક્સ ટ્રેક
post

ખેલાડીઓને રિયલ ટાઈમ માહિતી આપશે, દરેક સિઝનમાં કામ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 11:20:35

ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર બલ્લાપુરમાં દેશનું પ્રથમ સ્માર્ટ ઈન્ટરનેશનલ એથ્લેટિક્સ ટ્રેક બનાવવામાં આવ્યું છે. ટ્રેકથી રનિંગ કરતા ખેલાડીઓને રિયલ ટાઈમ માહિતી મળશે. ખેલાડીઓની ફિઝિકલ સ્ટ્રેન્થ અને ઈન્ટરનલ બોડીની જાણકારી તાત્કાલિક મળી જશે.

ટ્રેકની મદદથી ખેલાડીઓની રનિંગ કરતા સમયે સ્પિડ અને હાર્ટ બીટ ખબર પડી જશે. ખેલાડીએ કેટલી કેલેરી બર્ન કરી, કેટલા સ્ટેપ્સ દોડ્યો, કેટલા સમયમાં કેટલું અંતર પૂર્ણ કર્યું, તમામ માહિતી રિયલ ટાઈમમાં મળી જશે. ટ્રેકથી ખેલાડીઓની ટ્રેનિંગ માટે ઘણી મદદ મળશે. ખેલાડીના ટ્રેક પર દોડવાથી જે માહિતી મળે છે, તેને અમે તસવીરમાં દર્શાવી છે.- જેમકે તેને રેસ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગશે, ખેલાડી કેટલી સ્પિડે દોડ્યો, તેણે કેટલા સ્ટેપમાં રેસ પૂર્ણ કરી તે સામલે છે.

 

 

ટ્રેક 8 લેન અને 400 મીટરનો છે
મહારાષ્ટ્રના રમત મંત્રાલયે જર્મનીની કંપની પાસે ટ્રેક બનાવડાવ્યો છે. તેની પાછળ 60 લાખનો ખર્ચ થયો છે. સિન્થેટિક ટ્રેક 8 લેન અને 400 મીટરનો છે. મહારાષ્ટ્રએ મિશન ઓલિમ્પિક યોજના શરૂ કરી છે. તેને 2024 અને 2028 ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

ટ્રેક પર દર 50 મીટરે મેગ્નેટિક સેન્સર લાગ્યાં છે
ટ્રેક પર દર 50 મીટરે મેગ્નેટિક સેન્સર લાગેલા છે. જેની મદદથી રનિંગ કરતા ખેલાડીઓની માહિતી મળશે. સેન્સર ટ્રેકની અંદર લગાવવામાં આવ્યા છે તેથી દેખાતા નથી. માહિતી માટે ખેલાડીએ માત્ર 12 ગ્રામનું એક સ્માર્ટ ટ્રેક બેલ્ટ પહેરવાનું રહેશે, જેમાં સેન્સર લાગેલું હશે. તેની મદદથી ખેલાડીની તમામ માહિતી રેકોર્ડ થશે. માહિતીને એપ થકી જોઈ શકાશે. ટ્રેક બનાવવામાં 4 કરોડનો ખર્ચ થાય છે. સ્માર્ટ ટ્રેક માટે વધુ 60 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મોટી ફૂટબોલ ક્લબો તેનો ઉપયોગ કરે છે. જેથી ખેલાડીઓના પ્રદર્શનની માહિતી મળે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post