• Home
  • News
  • COVID-19: દેશમાં 42 દિવસ બાદ 2 લાખથી ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં 3511 લોકોનાં મોત
post

ભારતમાં એક્ટિવ કેસોમાં નોંધપાત્ર ઘટાડો, એક દિવસમાં 3 લાખ 26 હજાર દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-25 10:34:59

નવી દિલ્હી. અનેક રાજ્યોમાં આંશિક લૉકડાઉન (Lockdown) અને નાઇટ કર્ફ્યૂ (Night Curfew)ના કારણે કોરોનાની બીજી લહેર (Corona Second Wave) થોડી નબળી પડી હોય એવું લાગી રહ્યું છે. આજે 42 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે જે રાહતની બાબત છે. બીજી તરફ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોવિડથી થનારા મોત (Corona Deaths)માં 73.88 ટકાની હિસ્સેદારી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત બાદ કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને આંધ્ર પ્રદેશનો નંબર આવે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 25 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,96,427 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,511 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,69,48,874 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 19,85,38,999 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.

વિશેષમાં, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 2 કરોડ 40 લાખ 54 હજાર 861 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,26,850 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 25,86,782 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 3,07,231 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 મે સુધીમાં ભારતમાં કુલ 33,25,94,176 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના 24 કલાકમાં 20,58,112 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો, નવા કેસની સરખામણીએ ત્રણ ગણા વધુ દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 3,187 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 9305 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે.

અમદાવાદમાં 475, વડોદરામાં 465, રાજોકટમાં 275, બનાસકાંઠામાં 110, સાબરકાંઠામાં 105, પંચમહાલમાં 101, કચ્છમાં 89, જામનગરમાં 1039, ખેડા, પોરબંદર, 87-87. સુરતમાં 267, ભરૂચમાં 81, જૂનાગઢમાં 140, ભાવનગરમાં 106, મહીસાગરમાં 52, પાટણમાં 47, નર્મદામાં 47, મહેસાણામાં 46, નવસારીમાં 46, ગીરસોમનાથમાં 43, વલસાડમાં 42, દેવભૂમિ દ્વારકામાં 41, અરવલ્લીમાં 36, ગાંધીનગરમાં 56, સુરેન્ગ્રનગરમાં 18, દાહોદમાં 29, તાપીમાં 13, મોરબીમાં 11, બોટાદમાં 9, છોટાઉદેપુરમાં 8, ડાંગમાં 7 મળી કુલ 3187 નવા કેસ નોંધાયા છે. જ્યારે 9305 દર્દી સાજા થયા છે.

ગુજરાતમાં કુલ 68,971 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 648 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 68,323 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ 7,13,065 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 9,621 દર્દીનાં મૃત્યુ થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post