• Home
  • News
  • Covid-19 Updates: દેશમાં 36 દિવસ બાદ આ મામલે મળી રાહત, 24 કલાકમાં 1.27 લાખ નવા કેસ
post

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીરે ધીરે કાબૂમાં આવવા લાગી છે. નવા દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કોરોનાથી થતા મોત પણ હવે કંટ્રોલમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.27 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2795 મોત થયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-01 11:01:29

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીરે ધીરે કાબૂમાં આવવા લાગી છે. નવા દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કોરોનાથી થતા મોત પણ હવે કંટ્રોલમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.27 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2795 મોત થયા છે. 

એક દિવસમાં 1,27,510 નવા દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,27,510 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો2,81,75,044 પર પહોંચી ગયો છે. જેમાંથી 18,95,520 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,55,287 કોરોના દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,59,47,629 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. ધીરે ધીરે કોરોનાથી થતા મોતનો આંકડો પણ ઘટતો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2795 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 3,31,895 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 21,60,46,638 રસીના ડોઝ અપાયા છે. 

ભારતમાં 36 દિવસ બાદ કોરોનાથી થતા મોતની સંખ્યા ઓછી થઈ
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં 36 દિવસ બાદ દેશમાં સૌથી ઓછા મોત થયા છે. આ અગાઉ 26 એપ્રિલના રોજ 2764 લોકોના મોત થયા હતા. બીજી લહેરમાં સૌથી વધુ મોત 19મી મેના રોજ થયા હતા. જ્યારે એક જ દિવસમાં 4529 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. જ્યારે 7મી મેના રોજ સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. ત્યારે એક જ દિવસમાં 4 લાખ 14 હજાર 188 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 

રિકવરી રેટ 91 ટકા કરતા વધુ
ભારતમાં કોવિડ-19થી રિકવરી રેટ 91.6 ટકાથી વધ્યો છે. જ્યારે દેશભરમાં કોરોનાથી મૃત્યુદર 1.17 ટકા છે. આ સાથે એક્ટિવ કેસ ઘટીને 7.22 ટકાથી ઓછા થઈ ગયા છે.

સોમવારે 19 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે 19,25,374 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 34,67,92,257 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post