• Home
  • News
  • Covid-19 Updates: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે!, જાણો શું છે લેટેસ્ટ અપડેટ
post

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-31 10:19:52

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 1.52 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 3100થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે બહાર પડેલા આંકડા મુજબ 24 કલાકમાં 1.65 લાખ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3460 દર્દીના મોત થયા હતા. 

24 કલાકમાં 1.52 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા 1,52,734 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,80,47,534 પર પહોંચ્યો છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 3128 દર્દીના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 3,29,100 થયો છે. જો કે હવે દેશમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 2,38,022 દર્દીઓ રિકવર થયા. આ સાથે કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 2,56,92,342 થઈ છે. હાલ 20,26,092 દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કુલ 21,31,54,129 રસીના ડોઝ અપાયા છે. 

કોરોના વાયરસથી રિકવરી રેટ 90 ટકાથી વધુ
સતત 18માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતા રિકવર થનારા લોકોની સંખ્યા વધુ છે. આ સાથે જ કોવિડ-19થી રિકવરી રેટ 90 ટકાથી વધુ થયો છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 91.60%  છે.  જ્યારે દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.16 ટકા છે. એક્ટિવ કેસ પણ ઘટીને 8 ટકાથી ઓછા થયા છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત બીજા સ્થાને છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે પણ ભારત 10માં નંબરે છે. જ્યારે મોત મામલે ભારત ત્રીજા નંબરે છે. દુનિયામાં અમેરિકા અને ભારત બાદ સૌથી વધુ કોરોનાથી મૃત્યુ ભારતમાં થયા છે. 

રવિવારે કુલ 16 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ રવિવારે દેશભરમાંથી કોરોનાના કુલ 16,83,135 ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો 34,48,66,883 પર પહોંચી ગયો છે.


adv

Related News

post
post
post
post
post
post
post