• Home
  • News
  • પાટીલ ઉત્તર ગુજરાતમાં:પાટણમાં સી આર પાટીલે વીરમેઘમાયાના દર્શન કરી રાણીની વાવ નિહાળી, સવારથી મેળાવડો જામ્યો, સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
post

પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, ગઈકાલે અંબાજીના દર્શન કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:14:32

આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વીર મેઘમાયા મંદિરે દર્શન કરી બીજા દિવસનો પ્રારંભ કર્યો છે. ત્યારબાદ તેમણે વિશ્વપ્રસિધ્ધ રાણીની વાવ નિહાળી હતી. જો કે કોરોનાના કપરાં કાળમાં પાટીલ હાથમાં માસ્ક લઈને ફરતા જોવા મળ્યા હતા. વહેલી સવારથી જ પાટણ શહેરમાં અને તેમાં પણ રાણીની વાવ અને વીર મેઘમાયાના સમાધી મંદિરે લોકોની ભીડ ઉમટી હતી અને મેળાવડા જામ્યો હતો. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે અંબાજીના દર્શન કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

કોરોના વચ્ચે પાટણમાં માસ્ક શોભા માટે રાખ્યા
ખુદ પાટીલ પણ માસ્કને શોભાના ગાંઠિયા બનાવી દીધા હતા. વીર મેઘમાયા મંદિરે દર્શન કરીને તેઓ હાથમાં માસ્ક લઈને જતા દેખાયા હતા. જ્યારે ત્યાં જ ઊભા કરાયેલા સમિયાણામાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા રમણલાલ વોરા તો માસ્ક મોંઢ સંતાડવા પહેર્યો હોય તેમ પહેયો હતો. પાટીલે એ સમયે માસ્ક પહેર્યો હતો, જો કે રમણલાલ વોરા અને ત્યાં હાજર કેટલાકે માસ્ક મોઢા પર ઢાંક્યા હતા, જ્યારે પાટીલ સામે ઊભેલા કાર્યકરે માસ્ક કઈ બલા હોય એમ પહેરવાનું નામ પણ લીધું ન હતું.

હવે ઉત્તરમાં કોરોના ફેલાય તો નવાઈ નહીં
પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસને પગલે સાંસદ, ધારાસભ્યો, રાજકોટના મેયર સહિતના સંખ્યાબંધ ભાજપના પદાધિકારીઓ અને નેતાઓ કાર્યકરોને કોરોના થયો છે. ત્યારે ગઈકાલથી ઉત્તર ગુજરાત પ્રવાસ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા થઈ રહ્યા છે. કોરોનાને અવગણવામાં આવી રહ્યો છે ત્યારે પાટીલના ઉત્તર ગુજરાતને પગલે ત્યાં કોરોનાના ફેલાય તો જ નવાઈ કહેવાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post