• Home
  • News
  • સૌરવ ગાંગુલી ચૂંટાઈ શકે છે BCCIના નવા અધ્યક્ષ
post

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી ને બનાવી શકાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-14 10:55:47

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલી ને બનાવી શકાય છે. તેઓ આ દોડમાં બૃજેશ પટેલથી આગળ ચાલી રહ્યા છે. સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બન્યા બાદ સર્વસંમતિના ઉમેદવાર તરીકે ઉભર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના દીકરા જય શાહ નવા સચિવ હશે અને અરુણ ધૂમલ નવા કોષાધ્યક્ષ હશે. અરુણ ધૂમલ BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ છે. બીજી તરફ, આસામના દેબાજીત સૈકિયા સંયુક્ત સચિવ હોઈ શકે છે. ઉત્તર પૂર્વથી પહેલીવાર કોઈ વ્યક્તિને BCCIમાં આટલું મોટું પદ મળ્યું છે. 47 વર્ષીય ગાંગુલી હાલમાં ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળ (CAB)ના અધ્યક્ષ છે. જો તેઓ BCCIના નવા અધ્યક્ષ બને છે તો તેમને સપ્ટેમ્બર 2020 સુધી આ પદને સંભાળવું પડશે.

BCCI અધ્યક્ષ બનવા માટે ગાંગુલ અને પટેલના નામ ચાલી રહ્યા હતા અને અનેક સપ્તાહની લૉબીઇંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં રવિવાર રાત્રે એન. શ્રીનિવાસન, અનુરાગ ઠાકુર અને રાજીવ શુક્લાની સાથે રાજ્યોના પ્રતિનિધિઓની બિનસત્તાવાર બેઠક આ નિર્ણય સુધી પહોંચી શકી છે.

adv

Related News

post
post
post
post
post
post
post