• Home
  • News
  • ક્રુડ ઓઈલના ભાવમાં 1991 બાદનો 14.25 ડોલરનો સૌથી મોટો કડાકો, બેરલ દીઠ ભાવ 31 ડોલર નજીક પહોંચ્યા
post

તે જાન્યુઆરી,1991 બાદ ટકાવારીની દ્રષ્ટીએ સૌથી મોટો ઘટાડો છે અને તે 22 ફેબ્રુઆરી,2016 બાદની સૌથી નીચી સપાટી પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-09 10:18:20

ટોક્યો : ક્રુડ ઓઈલના ભાવોમાં વર્ષ 1991ના ખાડી યુદ્ધની ઘટના બાદનો આજે સૌથી મોટો કડાકો બોલાઈ ગયો છે. બ્રેન્ડ ક્રુડના ભાવ પ્રતિ બેરલ 14.25 ડોલર એટલે કે 31.50 ટકાના તીવ્ર ઘટાડા સાથે 31.02 ડોલર થયા છે. 17 જાન્યુઆરી,1991 બાદનો ક્રુડ ઓઈલમાં આ સૌથી મોટો ઘટાડો છે. તે સમયે પ્રથમ ખાડી યુદ્ધની શરૂઆત થઈ હતી અને ક્રુડના ભાવમાં મોટો ઘટાડો આવ્યો હતો. બીજીબાજુ આંતરરાષ્ટ્રીયસ્તરે ક્રુડના ભાવ 12 ફેબ્રુઆરી,2016 બાદની સૌથી નીચી સપાટીને સ્પર્શી ગયા છે અને તે પ્રતિ બેરલ 35.75 ડોલર થયો છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિએટ (WTI) ક્રુડના ભાવ પ્રતિ બેરલ 11.28 ડોલર એટલે કે 27.40 ટકા ઘટી 30 ડોલર થઈ ગયા છે. તે જાન્યુઆરી,1991 બાદ ટકાવારીની દ્રષ્ટીએ સૌથી મોટો ઘટાડો છે અને તે 22 ફેબ્રુઆરી,2016 બાદની સૌથી નીચી સપાટી પર છે.

વિશ્વના સૌથી મોટા ઓઈલ નિકાસકાર સાઉદી અરેબિયા, વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઓઈલ ઉત્પાદક રશિયા OPEC સાથે ક્રુડના ઉત્પાદનમાં ઘટાડો કરવાને લઈ મતભેદ હોવાને પગલે હવે પ્રાઈઝ વોરની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ સંજોગોમાં આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવો પર તેની અસર થઈ છે. કોરોના વાઈરસને પગલે વૈશ્વિક અર્થતંત્રમાં ઘટી રહેલા ભાવોને સ્થિરતા આપવા માટે OPEC અને અન્ય ઉત્પાદક દેશો ક્રુડના ઉત્પાદનમાં ઘટાડો કરવાની તરફેણમાં છે. સાઉદી અરેબિયાએ પ્રાઈઝ વોરની સ્થિતિમાં એપ્રિલ મહિના માટેના તમામ પ્રકારના ક્રુડ ગ્રેડ માટે કિંમતોમાં પ્રતિ બેરલ 6 ડોલરથી 8 ડોલર વચ્ચે ઘટાડો કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post