• Home
  • News
  • CWG 2022: લવપ્રીત સિંહે વેઈટલિફ્ટિંગમાં જીત્યો બ્રોન્ઝ, કુલ 355 કિગ્રા વજન ઉંચક્યું
post

લવપ્રીત સિંહે ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં ક્રમશઃ 185 કિગ્રા, 189 કિગ્રા તથા 192 કિગ્રા વજન ઉંચકીને સફળતા મેળવી હતી અને કુલ 355 કિગ્રા વજન ઉંચક્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-03 17:32:31

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે મેડલની રેસમાં સૌથી ભારત તરફથી સૌથી પહેલા વેઈટલિફ્ટર લવપ્રીત સિંહ આવ્યા હતા. લવપ્રીત સિંહે આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. લવપ્રીતે તમામ સફળ પ્રયત્ન સાથે એક નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો છે. કોમનવેલ્થ સ્પર્ધામાં ભારતનો આ 14મો મેડલ છે અને ચોથો બ્રોન્ઝ મેડલ છે. 

લવપ્રીત સિંહે 109 કિગ્રાની કેટેગરીમાં હિસ્સો લીધો હતો અને સ્નેચ રાઉન્ડમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન સાથે ત્રણેય પ્રયત્નોમાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં પણ લવપ્રીતના ત્રણેય પ્રયત્ન સફળ રહ્યા હતા. આ રીતે લવપ્રીતે કુલ 355 કિગ્રા (163 + 192) વજન ઉંચક્યું છે જે એક નેશનલ રેકોર્ડ છે અને તેણે પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. 

લવપ્રીતે જ્યારે ક્લીન એન્ડ જર્કનો અંતિમ રાઉન્ડ પૂરો કર્યો ત્યારે તે ટોપ પર હતો પરંતુ બાદમાં અન્ય પ્લેયર્સે તેને પછાડ આપી હતી. એક સમયે ટોપ પર ચાલી રહેલો લવપ્રીત સ્પર્ધાના અંતમાં ત્રીજા નંબરે આવી ગયો અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મુકાબલામાં કૈમરૂનના ખેલાડીએ 361 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો છે જ્યારે સૈમુઆના ખેલાડીએ 358 કિગ્રા વજન સાથે સિલ્વર મેળવ્યો છે. 

લવપ્રીતનું પ્રદર્શન

સ્નેચ રાઉન્ડ

પ્રથમ પ્રયત્ન- 157 કિગ્રા સફળ

બીજો પ્રયત્ન- 161 કિગ્રા સફળ

ત્રીજો પ્રયત્ન- 163 કિગ્રા સફળ

ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ

પ્રથમ પ્રયત્ન- 185 કિગ્રા સફળ

બીજો પ્રયત્ન- 189 કિગ્રા સફળ

ત્રીજો પ્રયત્ન- 192 કિગ્રા સફળ

જાણો કોણ છે લવપ્રીત સિંહ

24 વર્ષીય લવપ્રીત સિંહે 109 કિગ્રા કેટેગરીમાં જ કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે જ તેમણે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈ કર્યું હતું. પંજાબના અમૃતસરના રહેવાસી લવપ્રીતે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેઓ કોમનવેલ્થ જુનિયર ચેમ્પિયન પણ રહી ચુક્યા છે. 

કોમનવેલ્થમાં ભારતને કુલ 14 મેડલ મળ્યા છે અને તેમાં સૌથી વધુ, 14માંથી 9 મેડલ વેઈટલિફ્ટિંગમાં જ આવ્યા છે. તેમાં 3 ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. 

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના મેડાલિસ્ટ

1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)

2. ગુરૂરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિગ્રા)

3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિગ્રા)

4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિગ્રા)

5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિગ્રા)

6. અચિંતા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિગ્રા)

7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિગ્રા)

8. વિજય કુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિગ્રા)

9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિગ્રા)

10. વુમન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)

11. પુરૂષ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)

12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિગ્રા)

13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ

14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ)

 

adv

Related News

post
post
post
post
post
post
post