• Home
  • News
  • ડિપ ડિપ્રેશન આવતા 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે, સુરતથી 710 કિમી દૂર 6 કલાકે 11 કિમીનું અંતર કાપી રહ્યું છે
post

દક્ષિણ ગુજરાતમાં 70થી 90 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહીને પગલે તંત્ર સાબદુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 12:13:38

ગાંધીનગર: અરબી સમુદ્રમાં ઉદભવી રહેલું નિસર્ગ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થવાની શક્યતા દેખાઇ રહી છે. ડિપ ડિપ્રેશન આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. ડિપ ડિપ્રેશન 6 કલાકે 11 કિમીનું અંતર કાપે છે, સુરતથી 710 કિમી દૂર છે. તેમજ ભાવનગર, અમરેલીના 50 ગામ સાથે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના 159 ગામોને એલર્ટ કરાયા છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે યલો એલર્ટ છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 70થી 90 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા તંત્ર સાબદુ થઇ ગયું છે. સુરત જિલ્લામાં રહેતા લોકોને સંભવિત સંકટ સામેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત પર રહેશે
સુરતથી 900 કિમી દુર અરબ સાગરમાં ઉદભવેલી ડિપ્રેશન સિસ્ટમ આગામી 24 કલાકમાં સાઇક્લોન સ્ટ્રોમ તરીકે વિકસિત થવાની સંભાવના રહેલી છે અને વાવઝોડું તા.2 જુનની રાત્રે દમણ અને મહારાષ્ટ્રના હરિહરેશ્વર રાયગઢ વચ્ચેથી પસાર થવાની શક્યતા રહેલી છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર રહેશે તા.2 અને 3 જુને ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. સુરત જિલ્લામાં 3 જૂને સાંજે 70 કિમીથી લઇને 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. માછીમારોને તા. 4 જુન સુધી દરિયો નહીં ખેડવા માટે સુચના આપવામાં આવી છે. સુરતમાં એક NDRF અને SDRFની એક એક ટીમ સુરતમાં તૈનાત કરી દીધી છે.


4
તારીખ સુધી જિલ્લાના બીચ બંધ
વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે દરિયો ખેડવા ગયેલા માછીમારોને પાછા બોલાવી લીધા છે. જ્યારે કોઇ માછીમાર હજુ હોય તો તેને પરત આવવાની સુચના આપવામાં આવી છે. તેમજ ડુમસ, સુવાલી, ડભારી દરિયા કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


જિલ્લાના 32 ગામોને એલર્ટ કરાયા
સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને જિલ્લા કલેકટરે કાંઠા વિસ્તારમાં આવેલા 32 જેટલા ગામોને એલર્ડ કરી દીધા છે.જેમાં ઓલપાડના 21, ચોર્યાસીના 7 અને મજુરાના 4 ગામોનો સમાવેસ થાય છે. અને શેલ્ટર હોમની પુરી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે.


લોકોએ સાવધાની રાખવી
લોકોએ પોતાના ઘરમાંથી બહાર નિકળવું નહીં.નીચણવાળા વિસ્તાર અને કાચા મકાનમાં રહેતા હોય તેમણે સ્થાનિક સત્તામંડળ જણાવે તે સમયે શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવું.વીજ પોલ, હોર્ડિંગ, વૃક્ષો તથા જર્જરિત મકાનથી દુર રહેવું
હવામાં ફંગોળાય જાય તેવી વસ્તુઓ ડબ્બા વગેરે સાચવીને અને મજબુતાઇથી બાંધીને રાખવા

adv

Related News

post
post
post
post
post
post
post