• Home
  • News
  • દાહોદની આશ્કા દેસાઈને અમેરિકામાં સર આર્થર એશ એવોર્ડથી સન્માનિત કરાઇ
post

ગોલ્ફની અગ્રિમ પંક્તિની ખેલાડી સહિત વિશ્વમાંથી 4 જ લોકો પસંદ થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 11:08:47

દાહોદ: હાલ દુબઇ રહેતા અને મૂળ દાહોદના અમીષીબેન તથા મિતેશભાઈ બાબુલાલ દેસાઈની પુત્રી આશ્કા દેસાઈને અમેરિકામાં સર આર્થર એશ એવોર્ડથી સમ્માનિત કરાઇ છે.

અમેરિકાના બધા વિશ્વ વિદ્યાલયોમાંથી અલગઅલગ રમત માટેની ટીમમાંથી નામાંકિત થતા જે તે વિદ્યાર્થી- ખેલાડીઓ પૈકી માત્ર ૪ વિદ્યાર્થીઓને જ ગૌરવવંત આ એવોર્ડથી સમ્માનિત કરાય છે. સતત ચાર વર્ષ સુધી યુનિવર્સિટી ઓફ ડેલાવેરની ગોલ્ફ ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુકેલી આશ્કા દેસાઈને આ બહુમાન, તેની ગોલ્ફ રમતની ઉપલબ્ધિઓ ઉપરાંત અતિ ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન માટે આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દાહોદના તબીબ ડૉ. શ્રેયા અને ડૉ.મેહુલ શાહની ભત્રીજી આશ્કા દેસાઈ, સમસ્ત વિશ્વમાંથી માત્ર 50 વિદ્યાર્થીઓની પસંદગી કરતી યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં કમ્પ્યુટર સાયન્સ વિષયમાં PhD કરી રહી છે. આશ્કા ઈચ્છા, દિવ્યાંગોને મદદ કરી શકે, એવી કોમ્પ્યુટર એપ્લિકેશન્સ ઉપર સંશોધન કરવાની હોવાનું જાણવા મળ્યુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post