• Home
  • News
  • આભ ફાટ્યું:ધોરાજીમાં સાંબેલાધાર 7 ઇંચ, રાજકોટ અને ગોંડલમાં 5 ઇંચથી જળબમ્બાકાર, અંડરબ્રિજ સ્વિમિંગપુલ બન્યા, ભારે વરસાદથી જિલ્લાની તમામ શાળા બંધ
post

ભારે વરસાદ પગલે 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો, મોસમનો કુલ 45% જેટલો વરસાદ વરસ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-13 11:01:46

 

હવામાન વિભાગની મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે. જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાના મંડાણ મંડાતા હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયા હતા. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધનીય છે કે, આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.

આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલવામાં આવ્યા
રાજકોટ શહેરમાં ગત રાત્રીના 11 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યુસેક પાણીની આવક થઈ છે.

ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો
ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હાલમાં જળાશયની ભરપુર સપાટી 142.02 મીટર છે અને વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક થઈ છે. ગોંડલના બસસ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ડેમમાં 932 ક્યુસેક પાણીની આવક થઈ
જેમાં ગોંડલ તાલુકાના મોતીસર ડેમના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીયાડી ગામ પાસેનો મોતીસર ડેમ નિર્ઘારીત સપાટીએ ભરાઈ ગયો છે અને ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા હડમતાળા, કોલીથળ અને પાટીયાળી ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 143 મીટર છે અને ડેમમાં 932 ક્યુસેક પાણીની આવક થઈ છે.

ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફુટ ખોલાયો
હાલ અવિરત વરસાદને પગલે પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફુટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરીયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 55.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યુસેક પાણીની આવક છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના કારણે અનેક ડેમો ઓવરફ્લો

·         આજી ડેમ 2 ઓવરફ્લો,જેની સપાટી 30.10 ફૂટ

·         આજી ડેમ 3 ઓવરફ્લો, જેની સપાટી 26.70 ફૂટ

·         વેરી ડેમ ઓવરફ્લો,જેની સપાટી 9.40 ફૂટ

·         મોતીસર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.80 ફૂટ

·         ખોડાપીપર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 7.90 ફૂટ

·         છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.50 ફૂટ

 

adv

Related News

post
post
post
post
post
post
post