• Home
  • News
  • દારૂબંધીના કાયદાના ધજાગરા, રાજકોટમાં પોલીસકર્મીની નિવૃતિની પાર્ટીમાં પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
post

દારૂબંધીના કાયદાના ધજાગરા, રાજકોટમાં પોલીસકર્મીની નિવૃતિની પાર્ટીમાં પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:59:47


રાજકોટ: રાજ્યમાં જેના પર દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી છે તે જ ખાખી વર્દીની આબરૂના ધજાગરા ઉડ્યાં છે, દારૂબંધીના કાયદાનું ગુજરાતમાં કોઇ જ મહત્વ ન હોય તેમ હવે પોલીસકર્મીઓ પણ દારૂની પાર્ટીઓ કરી રહ્યાં છે, રાજકોટમાં અમદાવાદ હાઇવે પર આવેલા ક્રિષ્ના પાર્ક રિસોર્ટમાં પોલીસ અધિકારીઓ દારૂની મહેફીલ માણતાં રંગેહાથે ઝડપાઇ ગયા હોવાનું સામે આવ્યું છે, પાર્ટીમાં DySP, PI અને PSI કક્ષાના અધિકારીઓ હોવાની ચર્ચા છે, SOGના રાજભા વાઘેલા નિવૃત્ત થતાં આ દારૂ પાર્ટી રાખવામાં આવી હતી, પરંતુ બાતમીને આધારે પોલીસ જ અહી ત્રાટકી અને પાર્ટીમાં ભંગ પડ્યો, રાજકોટ પોલીસ અને એસઓજીને માહિતી મળી હતી કે ક્રિષ્ના પાર્ક રિસોર્ટમાં પોલીસ અધિકારીઓ જ દારૂની પાર્ટી કરી રહ્યાં છે, જેને આધારે પોલીસનો મોટો કાફલો અહી પહોંચી ગયો હતો, દરોડામાં 45 જેટલા પોલીસકર્મીઓ સહિતના લોકો ઝડપાયા હોવાની ચર્ચા છે, જો કે હજુ સુધી સાચી માહિતી સામે આવી નથી, જ્યાં દરોડા પાડવામાં આવ્યાં છે તે વોટરપાર્ક ભાજપના અગ્રણી હરિભાઇ પટેલનો છે અને અહી એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.


ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું કાયદાના રક્ષકો જ પાલન નથી કરતા જે આપણી કમનસીબી છે, ત્યારે ગૃહમંત્રાલયે આ મામલે કડક કાર્યવાહી કરીને કાયદાનું ઉલ્લંઘન કરાવનારા પોલીસકર્મીઓને સબક શિખવવો જોઇએ.


adv

Related News

post
post
post
post
post
post
post