• Home
  • News
  • સ્વયંસેવકોની રાત-દિવસની મહેનત:પ્રમુખસ્વામી નગરમાં 31 દિવસમાં 84 હજાર સ્વયંસેવકે 2.33 કરોડ કલાકની સેવા આપી
post

દેશ-વિદેશથી આવેલા સ્વયંસેવકોએ દરરોજ એવરેજ 8થી 9 કલાક સેવા યજ્ઞ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 19:10:33

અમદાવાદ: પ્રમુખસ્વામી નગરના સફળ આયોજન પાછળ 84,965 સ્વયંસેવકોની રાત-દિવસની મહેનતનું પરિણામ છે. આ સેવકોએ દરરોજ એવરેજ 8થી 9 કલાકની સેવા આપી 31 દિવસમાં કુલ 2.33 કરોડ કલાકની સેવા આપી છે. આ સ્વયંસેવકોએ ત્રણ શિફ્ટમાં કામ કર્યું છે.

24 હજારથી વધુ મહિલાઓ અને 20 હજારથી વધુ બાળ સેવકો
નગરમાં રસોડાથી લઈ સ્વચ્છતા વિભાગ, બાળનગરીથી લઈ સાંસ્કૃતિક વિભાગ, ટ્રાન્સપોર્ટથી લઈ ઈલેક્ટ્રિક જેવા 45 વિભાગોમાં સ્વયંસેવકોએ પોતાના નોકરી-વ્યવસાય 1 મહિના કે વધુ સમય માટે છોડી સેવા આપી છે. નોંધનીય વાત એ છે કે 84 હજાર સ્વયંસેવકોમાંથી 24 હજારથી વધુ મહિલાઓ અને 20 હજારથી વધુ બાળ સેવકો હતા.આ સ્વયંસેવકોમાં ડૉક્ટર્સ, એન્જિનયર્સ, શિક્ષક, સરકારી નોકરી કરતા અધિકારીઓ, બિઝનેસના માલિકો, આઈટી ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

દરેક વિભાગમાં સરેરાશ 10થી 12 સંતો માર્ગદર્શન આપતા
40
હજાર જેટલા સ્વયંસેવકોને નગરમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ સાથે 20 હજારથી વધુ સ્વયંસેવકો બસ મારફતે દરરોજ પહોંચતા હતા. દિવસભર કામ કર્યા પછી સ્વયંસેવકોની રિવ્યૂ મીટિંગ પણ થતી જેમાં બીજા દિવસનું પ્લાનિંગ થતું હતું. 45 વિભાગોમાંથી દરેક વિભાગમાં સરેરાશ 10થી 12 સંતો માર્ગદર્શન આપતા હતા. સૌથી વધુ ગુજરાતના 80 હજાર, અન્ય રાજ્યોમાંથી 2172 અને વિદેશમાંથી 1544 સ્વયંસેવકોએ આ નગરમાં એક મહિના માટે સેવા આપી હતી.

રોજના 2 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા માટે 10 હજાર સ્વયંસેવકોએ સેવા આપી

વિભાગ

સ્વયંસેવકો

સમય

કામ

રસોડા વિભાગ

10000

સવારે 3 થી રાતે 10

રોજ 2 લાખ લોકોના ભોજનની વ્યવસ્થા

બાળનગરી

6500

સવારે 10થી રાતે 10

રોજના 20 શૉનું લાઈવ પરફોર્મન્સ

સુરક્ષા-સલામતી

4000

સવારે 8થી રાતે 8

ક્રાઉડ કંટ્રોલ, 24 કલાક

રાતે 8થી સવારે 8

સલામતીનું કામ

ટ્રાન્સપોર્ટ-પાર્કિંગ

4000

સવારે 7થી રાતે 11

ઓગણજ, ભાડજ સર્કલ પર ટ્રાફિક મેનેજમેન્ટ,નગરમાં પાર્કિગ વ્યવસ્થા

પ્રેમવતી

3900

સવારે 3 થી રાતે 10

નગરમાં લાખો મુલાકાતીઓના ભોજનની વ્યવસ્થા

સ્વચ્છતા વિભાગ

2150

સવારે 8 થી રાતના 12

ટોયલેટથી માંડી સંપૂર્ણ નગરની સ્વચ્છતા

મેન્ટેનન્સ વિભાગ

2000

સવારે 9થી રાતે 12

નગરનું રોજબરોજ મેન્ટેનન્સ

સાંસ્કૃતિક વિભાગ

500

સવારે 10થી રાતે 9

બાળનગરી- પ્રદર્શન ખંડોમાં વપરાતા સામાન- અન્ય વ્યવસ્થા

મીડિયા-પીઆર

1430

સવારે 9થી રાતે9

દૈનિક કોન્ફરન્સ, મહેમાનો માટેનું આયોજન

ઈલેક્ટ્રિક વિભાગ

500

7 કલાકની બે શિફ્ટ

સંપૂર્ણ નગરની ઈલેક્ટ્રીસિટીનું કામ

વીડિયો-ટેલિકોમ

400

સવારે 9થી રાતના 9

નગરના વિડીયો બનાવવા, સ્વયંસેવકો-વીવીઆઈપીનું કમ્યુનિકેશન

IRC વિભાગ

250

સવારે 9થી રાતના 9

વિદેશથી આવતા હરિભક્તો માટે નગરમાં વ્યવસ્થા

બાંધકામ વિભાગ

15500

સવારે 9થી રાતે 9

નગરના ડોમનું મેન્ટેનન્સ,સંપૂર્ણ નગરનું બાંધકામ કર્યું

 

adv

Related News

post
post
post
post
post
post
post