• Home
  • News
  • મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરાંમાં ઢોંસામાંથી વંદો નીકળતાં હોબાળો
post

મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરાંમાં એક ફેમિલી જમવા ગયું હતું ત્યારે ઢોંસામાંથી વંદો નિકળતા ભારે હોબાળો મચ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-03 12:28:12

અમદાવાદ: મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરાંમાં એક ફેમિલી જમવા ગયું હતું ત્યારે ઢોંસામાંથી વંદો નિકળતા ભારે હોબાળો મચ્યો હતો. આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમને જાણ કરતા તંત્રએ તત્કાલ સ્થળ ઉપર જઇ રેસ્ટોરાંને ક્લોઝર નોટિસ આપી છે. આ વીડિયો વાયરલ થતાં લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ કરીને હોટલને સીલ મારી દીધું હતું.

આ અંગેની વિગત એવી છેકે, મણિનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરાંમાં જમવા માટે ગયેલા એક પરિવારે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. જે ઢોંસો બનીને આવ્યા બાદ તેને ચમચી વડે ખાવા જતાં ચમચીમાં વંદો આવ્યો હતો. આ જોઇ ગ્રાહક હેબતાઇ ગયો હતો. તેણે તત્કાલ રેસ્ટોરાંના મેનેજરને જાણ કરી હતી. ત્યારે મેનેજર કહ્યું કે, તમારી વાત સાચી છે. ત્યારે મહિલાએ કહ્યું કે, અમે ઓનેસ્ટનું નામ સાંભળીને ખાવા આવીએ છીએ, પહેલો ઓર્ડર પાછો મોકલ્યો, બીજો ઓર્ડર ચલાવી લીધો અને ત્રીજા ઓર્ડરમાં પહેલા કોળિએ તેના મોઢાંમાં જતાં મારું ધ્યાન ગયું. જો ખાધો હોત તો શું થાત? અહીં 10 જેટલી ભાજીપાંવની લારી ચાલે છે અમે ઓનેસ્ટમાં કેમ ખાઇએ છીએ. તમારું ખાવાનું બિલકુલ હાઇજેનિક નથી.

ત્યારે મેનેજરે કહ્યું કે, તમારે એવું હોય તો કીચન જોઇલો, મહિલાએ કહ્યું ચોક્કસ તમારું કીચન જોઇશ. તમે બનાવો છો ત્યારે શું ધ્યાન રાખો છો? તમારા કિચનમાં વંદાઓ ફરતાં જ હશે. ત્યારે જ આ ખાવામાં આવ્યું. તમે નહીં ધ્યાન રાખો તો કોણ રાખશે. તમે મેનેજર છો. ચોખ્ખાઇ છે જ નહીં, આવા કેટલાય વંદા ફરતાં હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post