• Home
  • News
  • લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા:અમિત શાહે કહ્યું- ગઠબંધનથી કોઈ ફાયદો થવાનો નથી, નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે, વિપક્ષનું વોકઆઉટ
post

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં દિલ્હી વટહુકમ બિલ પર કહ્યું કે 2015માં દિલ્હીમાં સત્તામાં આવેલી પાર્ટીનો ઉદ્દેશ્ય સેવા કરવાનો નહીં પરંતુ ઝગડો કરાવવાનો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-03 18:46:46

દિલ્હી સર્વિસ બિલ મંગળવારે સંસદના નીચલા ગૃહ, એટલે કે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. એ સત્તાવાર રીતે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની દિલ્હી સરકાર (સુધારો) બિલ, 2023 નામ આપવામાં આવ્યું છે. આ બિલ પર ગુરુવારે લોકસભામાં ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દિલ્હી પૂર્ણ રાજ્ય નથી, અમને કાયદો બનાવવાનો પૂરો અધિકાર છે. તેમણે કહ્યું હતું કે જવાહરલાલ નેહરુ, આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલે પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કર્યો હતો.

નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે
અમિત શાહે કહ્યું, દિલ્હીના ભલા માટે બિલનું સમર્થન કરવું જોઈએ, પરંતુ રાજકારણમાં સ્વીકૃતિ ઓછી છે. મંત્રી ગમે એટલો ભ્રષ્ટાચાર કરે, મુખ્યમંત્રી કરોડોના બંગલા બનાવે, પરંતુ સમર્થન કરીશું, કારણ કે અમારે ગઠબંધન કરવાનું છે. આવી રીતે વિચારવું ન જોઈએ. શાહે વધુમાં કહ્યું- મારી અપીલ છે કે વિપક્ષના સભ્યોએ દિલ્હી વિશે વિચારવું જોઈએ, ગઠબંધન વિશે વિચારશો નહીં. ગઠબંધનથી ફાયદો થવાનો નથી. ગઠબંધન હોવા છતાં નરેન્દ્ર મોદી જ પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે. આટલું જ નહીં, હું કોંગ્રેસને કહેવા માગું છું કે આ બિલ પાસ થયા પછી છેવટે તમે (AAP) આપ સાથે કોઈ ગઠબંધન કરવાના નથી.

કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યો વિવાદ
ખરેખરમાં દિલ્હીમાં અધિકારોની લડાઈને લઈને કેન્દ્ર અને કેજરીવાલ સરકાર લાંબા સમયથી વિવાદ છે. દિલ્હીમાં વિધાનસભા અને સરકારની કામગીરી માટે માળખું પૂરું પાડવા માટે, ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (GNCTD) અધિનિયમ 1991 લાગુ પડે છે. 2021માં કેન્દ્ર સરકારે એમાં સુધારો કર્યો હતો.

અમિત શાહે કહ્યું,જે પાર્ટી (AAP) 2015માં દિલ્હીમાં સત્તા પર આવી હતી, તેનો ઉદ્દેશ્ય સેવા કરવાનો નહીં પરંતુ ઝગડા કરાવવાનો હતો. સમસ્યા ટ્રાન્સફર-પોસ્ટિંગના અધિકારની નથી, વિજિલન્સને નિયંત્રણમાં લઈને જે બંગલો (અરવિંદ કેજરીવાલના બંગલાનો વિવાદ) બનાવવામાં આવ્યો છે, તેનું સત્ય છુપાવવું છે. જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેનું સત્ય છુપાવવું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post