• Home
  • News
  • દેબીના બેનર્જી ફરી એકવાર માતા બની, પુત્રીને જન્મ આપ્યો
post

દેબિનાની પહેલી દીકરીનો જન્મ 13 એપ્રિલે થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-11 17:05:58

નવી મુંબઇ: દિકરી લિયાનના જન્મના ચાર મહિના બાદ બીજી પ્રેગન્સીની જાહેરાત કરી ત્યારથી ટીવી એકટ્રેસ દેબીના બેનર્જી ચર્ચામાં છે. દેબીના બેનર્જી ફરી એકવાર માતા બની છે. તેમણે એક પુત્રીને જન્મ આપ્યો છે. દેબિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ચાહકો અને મિત્રોને આ વિશે જાણકારી આપી છે. 

દેબિનાની પહેલી દીકરીનો જન્મ 13 એપ્રિલે થયો હતો. 11 નવેમ્બરે તે બીજી પુત્રીની માતા બની હતી. પહેલી દીકરીના જન્મના 4 મહિના પછી જ બંનેએ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી ત્યારે બધા ચોંકી ગયા. ત્યારથી, દેબિના સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નન્સી સાથે જોડાયેલી ઘણી પોસ્ટ અને વીડિયો શેર કરતી હતી.

દેબિનાની દીકરીની પ્રિમેચ્યોર ડિલિવરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, અમારી દુનિયામાં આપનું સ્વાગત છે. અમે ફરીથી માતાપિતા બનવા માટે ખૂબ જ ખુશ છીએ, અમે કેટલાક દિવસો માટે ગોપનીયતા ઇચ્છીએ છીએ કારણ કે, અમારી બાળકી નિયત તારીખ પહેલા આ દુનિયામાં આવી છે. તમે પ્રેમ અને આશીર્વાદ આપતા રહો.  

દેબીના અને ગુરમીતના લગ્નને લગભગ 11 વર્ષ થયા છે. દેબીના લાંબા સમયથી સારવાર લઈ રહી હતી. દેબીનાએ પોતાની પોસ્ટમાં પ્રેગ્નન્સીની તકલીફો વિશે પણ જણાવ્યું હતું કે, પંચરથી લઈને નેચરોપેથી સુધી તેણે અનેક પ્રકારની સારવાર કરાઇ છે. દેબીનાએ પોતાની બંને પ્રેગ્નન્સીને ખૂબ એન્જોય કરી અને તે એક્ટિવ રહી. તે તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી હતી. તેને મેટરનિટી સૂટમાં પણ નેગેટીવ કમેન્ટનો સામનો કરવો પડ્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post