• Home
  • News
  • દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં એડમિટ:બેચેની થતાં દાખલ કરવામાં આવી, પહેલાં કરતાં તબિયતમાં સુધારો
post

હોસ્પિટલ સૂત્રોના મતે, દીપિકા શૂટિંગ દરમિયાન ઘણી જ થાકી ગઈ હતી અને આ જ કારણે તે બીમાર પડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 18:54:30

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ગઈ કાલ એટલે કે 26 સપ્ટેમ્બરની રાત્રે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેને બેચેની થતી હતી અને તબિયત વધુ ખરાબ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે, હવે તેની તબિયત પહેલાં કરતાં સારી છે.

અનેક ટેસ્ટ કરવામાં આવ્યા
'
પિંક વિલા'ના અહેવાલ પ્રમાણે, દીપિકાને સારું નહોતું અને તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહીંયા દીપિકાના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દીપિકાની ટીમ તરફથી કોઈ ઑફિશિયલ માહિતી શૅર કરવામાં આવી નહોતી.

ત્રણ મહિના પહેલાં પણ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા રવિવાર, 12 જૂનની સાંજે હોસ્પિટલ આવી હતી. દીપિકાને ઘણી જ નબળાઈ લાગતી હતી અને આ જ કારણે હાર્ટબીટ વધી ગયાં હતાં. એક્ટ્રેસ હોસ્પિટલમાં થોડાંક કલાકો માટે રહી હતી. તેને એડમિટ કરવામાં આવી નહોતી. દીપિકા બીમાર પડી તે અંગે એક્ટ્રેસ અથવા તેની ટીમે કોઈ ઑફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

કેમ તબિયત લથડી?
હોસ્પિટલ સૂત્રોના મતે, દીપિકા શૂટિંગ દરમિયાન ઘણી જ થાકી ગઈ હતી અને આ જ કારણે તે બીમાર પડી હતી. નોંધનીય છે કે મે મહિનામાં દીપિકા ફ્રાંસમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહી હતી. ત્યારબાદ તે મુંબઈ આવી હતી અને પછી હૈદરાબાદ ગઈ હતી. અહીંયા તેણે પિતાના જન્મદિવસ પર તિરુપતિના દર્શન કર્યાં હતાં અને પછી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. છેલ્લાં કેટલાંક સમયથી દીપિકા નોન-સ્ટોપ કામ કરતી હોવાથી તેની તબિયતને અસર થઈ હોવાનું માનવામાં આવે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એક્ટર શાહરુખ-જ્હોન સાથે ફિલ્મ 'પઠાન'માં જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે 'ફાઇટર'માં કામ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે 'ધ ઇન્ટર્ન'માં કામ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post