• Home
  • News
  • દીપિકા પાદુકોણની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ સામે આવ્યા, તેના પર ગંભીર ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો તો અરેસ્ટ પણ થઇ શકે છે
post

આ ચેટના આધારે NCB દીપિકાને સમન્સ મોકલી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 11:09:17

ડ્રગ્સ ચેટ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સોમવારે રાત્રે આ કેસમાં દીપિકા પાદુકોણ અને તેની મેનેજર કરિશ્મા પ્રકાશ વચ્ચે થયેલી વાતચીત સામે આવી છે. તેમાં દીપિકા માટે D અને કરિશ્મા માટે K કોડનેમ વાપરવામાં આવી રહ્યું હતું પરંતુ સૌથી પહેલા દીપિકાની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ્સ મળ્યા છે.

ભાસ્કર પાસે રહેલા સ્ક્રીનશોટ્સ આ વાતની પુષ્ટિ કરે છે કે દીપિકા તેમાં કરિશ્મા સાથેની વાતચીતમાં ‘hash’ અને ‘weed’ જેવા શબ્દો યુઝ કરી રહી છે. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલી ભાષામાં hash શબ્દ હશીશ માટે વપરાય છે. જોકે બંનેની વાતચીતથી એ સ્પષ્ટ નથી થતું કે હૈશ અને વીડનો વપરાશ કોના માટે થઇ રહ્યો છે. ચેટમાં આ ડ્રગ્સની માત્રાનો પણ ઉલ્લેખ નથી કર્યો પરંતુ આ વોટ્સએપ ચેટ દીપિકાની તકલીફો વધારવા માટે પૂરતી છે. જો તે તપાસના ઘેરામાં આવે છે તો આ પુરાવાને મજબૂત માનવામાં આવે તો તેની વિરુદ્ધ ગંભીર ધારાઓ હેઠળ કેસ ફાઈલ થઇ શકે છે.

જુઓ દીપિકા કરિશ્મા વચ્ચે થયેલી વાતચીતના સ્ક્રીનશોટ્સ..

·         28 ઓક્ટોબર 2017ની સવારે 10:03 વાગ્યે: દીપિકા કરિશ્માને લખે છે, 'તારી પાસે માલ છે?'

·         10:05 વાગ્યે: કરિશ્મા લખે છે, 'મારી પાસે છે, પણ ઘરે છે. હું બાંદ્રામાં છું.'

·         10:05 વાગ્યે: આગળ ચેટમાં કરિશ્માએ લખ્યું, 'શું હું અમિતને કહું, જો તને જોઈએ તો.'

·         10:07 વાગ્યે: દીપિકા લખે છે, 'Yes!! Pllleeeeasssee..'

·         10:08 વાગ્યે: કરિશ્મા લખે છે, 'અમિત પાસે છે તે ઘરે લઈને આવી રહ્યો છે.'

·         (અમિત કોણ છે તે હજુ સ્પષ્ટ નથી થયું.)

·         10:12 વાગ્યે: દીપિકા લખે છે, 'હૈશ ને?' આગળ ચેટમાં તે લખે છે, 'વીડ (ગાંજો) નહીં ને?'

·         10:14 વાગ્યે: કરિશ્મા લખે છે, 'તું કેટલા વાગ્યે કોકો આવી રહી છે?' (કોકો કોઈ ક્લબ, રેસ્ટોરાં અથવા કોઈના ઘરનું નામ હોઈ શકે છે.)

·         10:15 વાગ્યે: દીપિકા લખે છે, '11:30થી 12 વાગ્યા સુધી.'

·         10:15 વાગ્યે: દીપિકા આગળ લખે છે, 'શૈલ કેટલા વગ્યા સુધી ત્યાં પહોંચી જશે?

·         (શૈલ કોણ છે તે સ્પષ્ટ નથી.)

·         કરિશ્માએ લખ્યું કે, 'મને લાગે છે કે તેણે 11:30 કહ્યું હતું, કારણકે તેને 12 વાગ્યે કોઈ બીજી જગ્યાએ જવાનું હતું.'

આ ગંભીર ધારાઓ હેઠળ કેસ ફાઈલ થઇ છે
ડ્રગ્સ સાથે જોડાયેલા પુરાવા મળ્યા બાદ દીપિકા અને તેની મેનેજર પર NDPS એક્ટ હેઠળ આ ધારાઓમાં કેસ થઇ શકે છે.

·         સેક્શન 8(c): જાણીજોઈને કોઈ એવી સંપત્તિ ખરીદવી અથવા તેનો ઉપયોગ કરવો જે કાયદાનું ઉલ્લંઘન હોય.

·         સેક્શન 20(b)(ii): કોઈ ઓછી માત્રામાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવતા, પોતાની પાસે રાખતા, વેચતા, ખરીદતા કે વાપરતા મળે.

·         સેક્શન 29: કાવતરું ઘડીને અને કોઈને ડ્રગ્સ લેવા માટે ઉશ્કેરવાના દોષી સાબિત થયા બાદ પણ સજાનો ઉલ્લેખ છે.

·         સેક્શન 22: ડ્રગ્સની ઓછી ક્વોલિટી માટે એક વર્ષ, વધુ ક્વોલિટીના કેસમાં 10 વર્ષ અને કમર્શિયલ ક્વોલિટી માટે 20 વર્ષ સુધીની સજા આપી શકાય છે.

·         સેક્શન 27A: પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા કાર્યને પ્રોત્સાહન આપવા અથવા તેમાં મદદ કરવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની અને વધુમાં વધુ 20 વર્ષની સજાની જોગવાઈ. કોર્ટ ઈચ્છે તો 2 લાખથી વધુ રૂપિયાનો દંડ પણ વસૂલી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post