• Home
  • News
  • બોલિવૂડમાં ડ્રગ્સ કેસની તપાસ:દીપિકા પાદુકોણ બાદ હવે દિયા મિર્ઝાનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું, દિયાએ પોતાની સંડોવણી હોવાનો ઈનકાર કર્યો
post

રિયા ચક્રવર્તીની ટેલન્ટ મેનેજર જયા સાહાની સાથે દીપિકાની મેનેજર કરિશ્માનું ડ્રગ ચેટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 10:33:54

સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રોજ નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બોલિવૂડનાં અનેક નામો હવે આ કેસ સાથે જોડાઈ રહ્યાં છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા તેની મેનેજર કરિશ્મા પ્રકાશની વચ્ચે થયેલા ડ્રગ ચેટ સામે આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હવે આજે એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ કરિશ્માની પૂછપરછ કરશે. ગઈકાલે 21 સપ્ટેમ્બરના રોજ કરિશ્માને સમન પાઠવવામાં આવ્યું હતું. રિયાની મેનેજર જયા સાહાની સાથે કરિશ્માનું ડ્રગ ચેટ મળ્યું હતું. ગઈકાલે જયાની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. (22 સપ્ટેમ્બર) ફરી એકવાર જયા તથા શ્રુતિ મોદીની સાથે ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર ધ્રુવની પણ પૂછપરછ કરવામાં આવશે. આજે એટલે કે 22 સપ્ટેમ્બરે બોલિવૂડની બીજી એક્ટ્રેસ દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. NCB હવે દિયાની પણ પૂછપરછ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રિયા બાદ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકર, દીપિકા પાદુકોણના નામ સામે આવી ચૂક્યા છે. ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ NCB સાથેની પૂછપરછમાં દિયા મિર્ઝાનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે દિયાની મેનેજરે તેની પાસેથી ડ્રગ્સ લીધું હતું.

દિયાની સ્પષ્ટતા

ડ્રગ પેડલર અનુજ કેશવાનીએ NCBની પૂછપરછમાં દિયા મિર્ઝાનું નામ લીધું હતું. તેણે કહ્યું હતું કે દિયા મિર્ઝાની મેનેજરે તેની પાસેથી ડ્રગ્સ લીધું હતું. દિયાનું નામ આવતા જ તેણે સોશિયલ મીડિયામાં આ વાતને નિરાધાર ગણાવી હતી.

દિયાએ કહ્યું હતું, 'હું સમાચારનું દૃઢતા તથા સ્પષ્ટ રીતે ખંડન કરવા માગું છું કે કારણ કે આ આક્ષેપ પાયાવિહોણા તથા નિરાધાર છે. આ આક્ષેપ ખોટા ઈરાદાથી લગાવવામાં આવ્યા છે. આ પ્રકારનું રિપોર્ટિંગ મારી પ્રતિષ્ઠા પર સીધી અસર પાડે છે અને મારી કરિયરને નુકસાન થઈ શકે છે. મેં વર્ષોની મહેનતથી મારી કરિયર અને મારું નામ બનાવ્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારના માદક પર્દાથ તથા કોન્ટ્રાબેડ પદાર્થોની ખરીદી કે સેવન કર્યું નથી. એક ભારતીય નાગરિક હોવાને કારણે હું કાયદાનો ઉપયોગ કરીશ. મારા સમર્થનમાં રહેલા ચાહકોનો આભાર.'

રિયા-દીપિકાની મેનેજર બંને એક જ કંપનીમાં કામ કરે છે
બંને સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. આ કંપની સેલિબ્રિટીને ટેલન્ટ મેનેજર આપે છે. ક્વાન મેનેજમેન્ટ દીપિકાને મેનેજ કરે છે. કરિશ્મા, જયા સાહાની ક્વાન ટેલન્ટ મેનેજમેન્ટમાં જુનિયર છે. સૂત્રોના મતે, કરિશ્માની પૂછપરછ બાદ આ અઠવાડિયાના અંત સુધી દીપિકાની પૂછપરછ થઈ શકે છે. મંગળવાર, 22 સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ અથવા તેની લીગલ ટીમ તરફથી આ કેસમાં સ્પષ્ટતા આપી શકે છે.

રિયાની 6 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધી
એક્ટર સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ધરપકડ કરેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ હતી. ભાયખલા જેલમાંથી તેને આજે વિડિયો-કોન્ફરન્સિંગની મદદથી કોર્ટમાં રજૂ કરાઈ હતી. કોર્ટે 6 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે. રિયા તથા શોવિકે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. જામીન પર આવતીકાલ, 23 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. રિયાની 8 સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 22 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

રિયાએ લીધાં અનેક એક્ટ્રેસીસનાં નામ
NCB
ને અત્યારસુધી રિયાની પૂછપરછ દરમિયાન મહત્ત્વની જાણકારી મળી હતી. સૂત્રોના મતે, ડ્રગ્સ્ કેસમાં રિયાએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, ડિઝાઈનર સિમોન ભંબાટા સહિત સેલેબ્સનાં નામ લીધાં હતાં.

20થી વધુ લોકોની ધરપકડ
ડ્રગ્સ કેસમાં અત્યારસુધીમાં NCB20થી વધુ લોકોની ધરપકડ કરી છે. રિયા-શોવિક ઉપરાંત ડ્રગ પેડલર, નાર્કો-ડીલર સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post