• Home
  • News
  • મુંબઈમાં ચિત્તાથી પીછો છોડાવવા હરણ ઘરનું છાપરું તોડીને અંદર ઘૂસી શાંતિથી બેસી ગયું
post

IIT બોમ્બે નજીક આવેલી હનુમાન ટેકડીમાં આ ઘટના બની હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-11 11:29:52

મુંબઈ: રવિવારે મુંબઈમાં એક હરણ ચિત્તાથી પોતાનો જીવ બચાવીને સ્લમ વિસ્તારમાં આવીને ઘરમાં બેસી ગયું હતું. તે ઘરનું છાપરું તોડીને અંદર ઘૂસ્યું હતું. જો કે, ઘરમાં પડેલી એક પણ વસ્તુને તેણે નુકસાન નહોતું કર્યું, પણ આવી રીતે હરણને બેઠેલું જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. એનિમલ રેસ્ક્યૂ ટીમે આવીને હરણને સલામત રીતે સંજય ગાંધી નેશનલ પાર્ક ર્સ્ક્યૂ સેન્ટરમાં છોડી દીધું હતું. 

IIT બોમ્બે નજીક આવેલી હનુમાન ટેકડીમાં આ ઘટના બની હતી. સવિતા સિંહ અહિ તેના પરિવાર સાથે એક રૂમમાં રહે છે. આ હરણ ચિત્તાથી પીછો છોડાવવા તે સ્લમ વિસ્તારમાં આવી ગયું હતું અને એક છાપરું દેખાતા તે તોડીને અંદર ઘૂસી ગયું હતું. આ હરણને જંગલ સુધી પહોચાડવા મહા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના 7 મેમ્બર પહોચી ગયા હતા. ઘરમાં બેઠેલા હરણને જોવા માટે લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. રેસ્ક્યૂ ટીમે આ હરણને વાઇલ્ડ લાઈફ એમ્બુલન્સમાં બેસાડી દીધું હતું. રેસ્ક્યૂ ટીમે આ હરણના મેડિકલ ચેકઅપ માટે તેને સંજય ગાંધી નેશનલ પાર્કમાં મોકલ્યું છે. રિપોર્ટમાં આ હરણ સ્વસ્થ જણાશે તો તેને જંગલમાં છોડી દેવામાં આવશે. 

adv

Related News

post
post
post
post
post
post
post