• Home
  • News
  • દિલ્હી ચૂંટણીનું પરિણામ જાહેર, AAP 62 સીટ પર વિજયી, ભાજપને 8 બેઠક મળી, કોંગ્રેસ 0માં આઉટ
post

8 ફેબ્રુઆરીએ 62.59% મતદાન થયું, 2015ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ 5 ટકા ઓછું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-12 08:40:09

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 સીટ પર જીત મળી છે જ્યારે ભાજપના ખાતામાં 8 સીટ આવી છે. જોકે આમ આદમી પાર્ટી પાસે ગત ચૂંટણી કરતા 5 સીટો ઓછી છે. કોંગ્રેસનું વખતે પણ ખાતુ ખુલ્યું નથી. પડપટગંજથી ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા 12 રાઉન્ડ સુધી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ 13માં રાઉન્ડથી તેઓ આગળ આવ્યા અને 3,000 મતની લીડથી જીતી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેજરીવાલને જીતની શુભેચ્છા પાઠવી હતી.

ભાજપને ગઈ વખતે 3 સીટો મળી હતી પરંતુ વખતે 10થી વધારે સીટો મળવાની શક્યતા છે. કોંગ્રેસ ગઈ વખતની જેમ વખતે પણ શૂન્ય ઉપર છે. 70 વિધાનસભા સીટ પર 8 ફેબ્રુઆરીએ 62.50 ટકા મતદાન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં અત્યારે આપની સરકાર છે. ભાજપ 22 વર્ષથી અને કોંગ્રેસ 7 વર્ષથી અહીં સત્તામાં આવી શક્યા નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીજી વાર સીએમ બનવાની સ્થિતિમાં છે. તેઓ પહેલીવાર 2013માં 48 દિવસ માટે પદ પર રહ્યા હતા, ત્યારપછી તેમણે રાજીનામુ આપી દીધું હતું. તેમણે બીજી વાર 14 ફેબ્રુઆરી 2015ના રોજ સત્તા સંભાળી હતી.

ચૂંટણી પ્રચારમાં ભાજપ આગળ, પરંતુ આપનાટીનાફેક્ટર પર ભારે પડ્યું

14 ફેબ્રુઆરીએ અધિસૂચના જાહેર થયા પછી 23 દિવસની અંદર ભાજપના 100 નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. શાહ-મોદી સહિત 40 સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો હતો. 4500 નુક્કડ સભાઓ કરવામાં આવી હતી. શાહની અધિસૂચના પછી 25 દિવસ પહેલાથી પ્રચારમાં જોડાયા હતા. બીજી બાજુ કેજરીવાલના 39 સ્ટાર પ્રચારક ઉતાર્યા હતા. 3 વાગે રોડ શો અને નાની જનસભા કરી હતી.

ભાજપે 2019માં લોકસભા ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી હતી અને તેમને 303 સીટો મળી હતી. આમ આદમી પાર્ટીએ તેનાથી સબક લીધો હતો. જે રીતે ભાજપે પ્રચાર કર્યો છે કે, દેશમાં મોદી સિવાય કોઈ વિકલ્પ નહીં તે રીતે આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો કે દિલ્હીમાં કેજરીવાલ સિવાય કોઈ વિકલ્પ નથી. આનેટીનાએટલે કે ધેર ઈઝ નો અલ્ટરનેટિવ (TINA) ફેક્ટર કહે છે. AAPનો પ્રચાર તેના પર કેન્દ્રીત રહ્યો હતો.

ભાજપે 36 વર્ષ જૂનો અનુચ્છેદ 370 હટાવવાનો વાયદો પૂરો કર્યો, 4માંથી 3 ચૂંટણી હાર્યા
ભાજપે પહેલી ચૂંટણી 1984માં લડીહતી. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવાનો વાયદો કર્યો હતો. 5 વર્ષ પછી 1989માં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને યૂનિફોર્મ સિવિલ કોડ પણ ભાજપના મૂળ વાયદાઓના લિસ્ટમાં જોડાઈ ગયા. બંને વાયદાઓ પૂરા થઈ ગયા છે પરંતુ તેને પૂરા કર્યા પછી થયેલી 4માંથી 3 વિધાનસભા ચૂંટણીમાં બાજપને હાર મળી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી વધારે સીટ મેળવવા છતા વિપક્ષમાં બેઠી છે. હરિયાણામાં જજપાની મદદથી સરકાર બનાવી પડી છે. ઝારખંડ અને દિલ્હીમાં પણ હાર મળી છે.

2 વર્ષમાં NDA 8 રાજ્યોમાં હારી
ભાજપના નેતૃત્વ વાળા એનડીએમાં છેલ્લા બે વર્ષમાં આઠ રાજ્યોમાં ચૂંટણીમાં હાર મળી છે. દિલ્હી સહિત 12 રાજ્યોમાં અત્યારે ભાજપ વિરોધી દળની સરકાર છે. એનડીએ પાસે 16 રાજ્યોમાં સરકાર રહી છે. રાજ્યોમાં દેશની 42 ટકા વસતી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post