• Home
  • News
  • કેજરીવાલ સામે નવી દિલ્હી બેઠક પરથી કોંગ્રેસે રોમેશ સભરવાલ, ભાજપે સુનિલ યાદવને ઉમેદવાર બનાવ્યા
post

70 વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસે અત્યાર સુધીમાં 61, ભાજપ એ 67 ઉમેદવાર જાહેર કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 08:24:17

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ સોમવાર મોડી રાત્રે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ નવી દિલ્હી બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે રોમેશ સભરવાલ, જ્યારે ભાજપે સુનિલ યાદવને કેજરીવાલ વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે 7 અને ભાજપે 10 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. રોમેશ સભરવાલે પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆત NSUIથી કરી હતી. સુનિલ યાદવ દિલ્હી ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ છે.


કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશ ગૌતમ અને ભીષ્મ શર્મા, જેઓ પહેલા ભાજપમાં સામેલ હતાં તેમને કોંડલી અને ઘોંડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે અત્યાર સુધી 61 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પહેલા ભાજપે 54 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. જેમાં આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં સામેલ થયેલા અલકા લાંબા અને હારુન યુસુફ જેવા નેતાઓનાં નામ સામેલ હતા. રોમેશ સભરવાલ 40 વર્ષથી કોંગ્રેસની સાથે છે અને નવી દિલ્હીથી હંમેશા ટિકિટની માંગણી કરતા રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં અજય માકનના પ્રતિસ્પર્ધી રહ્યા છે.
કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી

બેઠક

ઉમેદવાર

તિલકનગર

રમિંદ્ર સિંહ બમરાહ

રાજિંદર નગર

રૉકી ટૂસિડ

બદરપુર

પ્રમોદ કુમાર યાદવ

કોંડલી

અમરીશ ગૌતમ

ઘોંડા

ભીષ્મ શર્મા

કરાવલ નગર

અરવિંદ સિંહ

નવી દિલ્હી

રોમેશ સભરવાલ

 

ભાજપના ઉમેદવારોની બીજી યાદી

બેઠક

ઉમેદવાર

નાંગલોઇ ઘાટ

સુમનલતા શૌકીન

રાજૌરી ગાર્ડન

રમેશ ખન્ના

હરિ નગર

તેજિંદર પાલ બગ્ગા

દિલ્હી કેન્ટ

મનીષ સિંહ

નવી દિલ્હી

સુનિલ યાદવ

કસ્તૂરબા નગર

રવિન્દ્ર ચૌધરી

મહરૌલી

કુસુમ ખત્રી

કાલકાજી

ધર્મવીર સિંહ

કૃષ્ણા નગર

અનિલ ગોયલ

શાહદરા

સંજય ગોયલ

adv

Related News

post
post
post
post
post
post
post