• Home
  • News
  • દિલ્હીની હિંસા 18 વર્ષમાં દેશનું ત્રીજું સૌથી મોટું સાંપ્રદાયિક રમખાણ
post

2017માં રામ રહીમ પર કોર્ટના નિર્ણય બાદ હરિયાણા-પંજાબમાં થયેલા રમખાણમાં 41થી વધુ લોકોના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-28 11:44:59

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં 4 દિવસ સુધી ચાલેલા સાંપ્રદાયિક રમખાણમાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. 364થી વધારે લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંકને ધ્યાનમાં રાખતા આ 18 વર્ષમાં દેશનું ત્રીજું સૌથી મોટું રમખાણ છે. 2005માં યુપીના મઉ જિલ્લામાં રામલીલા કાર્યક્રમમાં મુસ્લિમ પક્ષે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ જિલ્લામાં થયેલા રમખાણમાં બન્ને પક્ષોમાંથી 14 લોકોના મોત થયા હતા. 2006માં ગુજરાતના વડોદરામાં તંત્ર દ્વારા એક દરગાહને હટાવવા અંગે થયેલા હુલ્લડમાં 8 લોકોના મોત થયા હતા. 2013માં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં છોકરી સાથે ચેડા અંગે થયેલા બે પક્ષોના વિવાદે સાંપ્રદાયિક રમખાણોનું રૂપ લઈ લીધું હતું. ત્યારબાદ પશ્વિમ યુપીના અલગ અલગ જિલ્લામાં થયેલી હિંસામાં 62થી વધારે લોકોના મોત થયા હતા. 18 વર્ષ પહેલા 2002માં ગુજરાત રમખાણ દરમિયાન 2000 કરતા વધારે લોકોના મોત થયા હતા.

સરકારી આંકડાઓઃ 2014થી 2017 સુધી દેશમાં 2920 રમખાણ થયા, 389 લોકોના મોત થયા
ભારતમાં 2014,2015 ,2016,2017માં કુલ 2920 સાંપ્રદાયિક રમખાણો થયા, જેમાંથી 389 લોકોના મોત થયા, જ્યારે 8,890 લોકો ઘાયલ થયા હતા. આ માહિતી ગૃહમંત્રાલય તરફથી ફેબ્રુઆરી 2018માં આપવામાં આવી હતી. આ ચાર વર્ષોમાં સૌથી વધારે 645 રમખાણો યુપીમાં થયા હતા, બીજા નંબરે 379 રમખાણો કર્ણાટકમા થયા હતા, મહારાષ્ટ્રમાં 316 થયા હતા. 2017નો નેશનલ ક્રાઈમ રેક્રોડ બ્યૂરો(NCRB)અને ગૃહ મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા ચાર વર્ષમાં દેશમાં સાંપ્રદાયિક રમખાણોમાં ઘટાડો થયો છે.


2004થી 2017 વચ્ચે દેશમાં 10399 હુલ્લડ થયા, 1605 લોકોના જીવ ગયા

એક RTIના જવાબમાં ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે 2004 થી 2017 વચ્ચે 10399 સાંપ્રદાયિક હુલ્લડો થયા હતા. આ હુલ્લડોમાં 1605 લોકોના મોત થયા, 30723 લોકો ઘાયલ થયા હતા. સૌથી વધારે 943 રમખાણો 2008માં થયા હતા. આ વર્ષે રમખાણોમાં સૌથી વધારે 167 લોકોના મોત થયા હતા, 2354 લોકો ઘાયલ થયા હતા. સૌથી વધારે 2011માં 580 રમખાણો થયા હતા. આ વર્ષે 91 લોકોના મોત થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post