• Home
  • News
  • નવી દિલ્હી બેઠકે 5 મુખ્યમંત્રી આપ્યા; ફ્રી વીજળીથી લોકો ખુશ, ગંદકી અને સુરક્ષા સૌથી મોટા મુદ્દા
post

કેજરીવાલ બે વખત જીત્યા અને મુખ્યમંત્રી બન્યા, આ વખત જીત્યા તો દીક્ષિતનો રેકોર્ડ બ્રેક કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-29 10:05:22

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત નવી દિલ્હી બેઠક પરથી મેદાને છે. બેઠક બે મુખ્યમંત્રીઓને કુલ પાંચ કાર્યકાળ આપી ચુકી છે. કોંગ્રેસની શીલા દીક્ષિત અહીંયાથી ત્રણ વખત જીતી મેળવી ત્રણેય વખત સીએમ બન્યા હતા. કેજરીવાલ 2013 અને 2015માં જીત્યા હતા. બન્ને વખત મુખ્યમંત્રી બન્યા હતા. વખતે જીતશે તો શીલાના રેકોર્ડની બરાબરી કરશે. ભાજપથી સુનીલ યાદવ અને કોંગ્રેસ રોમેશ સભરવાલ અરવિંદ સામે મુખ્ય પડકાર છે. નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રની વાસ્તવિકતા અને મુદ્દાઓને સમજવા માટે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ..

નાળામાં ગંદું પાણી, પગપાળા ચાલવા માટે જગ્યા નથી
પહાડગંજ, સાંકળા રસ્તામાંતી પસાર થઈ અમે રોજન્દ્ર મૌર્યની મીઠાઈની દુકાને ઊભા રહ્યા હતા. કેજરીવાલ સરકારના કામકાજ પર તેમનું વલણ તેમની મીઠાઈઓની જેમ મીઠું નહોતું લાગતું. રાજેન્દ્રના કહ્યાં પ્રમાણે, ‘વીજળીમાં થોડી રાહત છે. પણ ફ્રીના નામે બહું ગંદુ પાણી આપી રહ્યા છે. જેને ફિલ્ટર કર્યા વગર પીવું શક્ય નથી. સવારે પાંચ વાગ્યે ઉઠો તો પાણી મળશે, ત્યારબાદ નહીં મળે. આખી દિલ્હીમાં સીસીટીવી લગાવવાનો વાયદો કર્યો હતો. દેશરાજ ભાટિયા જેવા મેઈન રોડ પર એક પણ સીસીટીવી નથીથોડા અંતરે રાજેશ યાદવની દુકાન છે. તેઓ કહે છે કે , ‘સર્વિસ રોડ પર દુકાનદારોનો કબ્જો છે. અમે પગપાળા નથી ચાલી શકતા તો ગ્રાહક કેવી રીતે આવી શકશે?’બધા દાદા-પહેલવાન છે. સરકારને કંઈ દેખાતું નથી. એટલા માટે કોઈ કંઈ નથી કરતું.

GST ધંધો બગાડ્યો છે
સુરેન્દ્ર સિંહ સોઢી 60 વર્ષથી પહાડગંજમાં છે. તેમની પ્રતિક્રિયા સંતુલિત છે. તેઓ કહે છે કે, ‘વીજળી-પાણી અને સફાઈની પરિસ્થિતિ સુધરી છે. GST ધંધો બગાડ્યો છે. જો કે ઠીકઠાક કામગીરી થઈ છે.’ ચા- નાસ્તાની દુકાનથી ગુજરાન ચલાવી રહેલા સુરેન્દ્રએ કહ્યું કે, ‘ સરકારે લોકોને મૂરખ બનાવ્યા સિવાય કંઈ કર્યું નથી. તમે જોઈ લો. ગટર લાઈન સડી ગઈ છે. સીસીટીવી લાગ્યા નથી. છૂટછાટ તો ખાસ લોકોને આપવામાં આવી છે. અમે દર મહિને 10 હજાર રૂપિયા વીજળીનું બિલ ભરીએ છીએ

સરકારની યોજનાઓ માત્ર ચૂંટણી વાયદામાં
કનોટ પ્લેસ . અહીંયા મહેશ ગુપ્તા પાનની દુકાન ચલાવે છે. કેજરીવાલ સરકારથી નારાજ છે. કહે છે- ફ્રી ના નામે લોકોને માત્ર મૂરખ બનાવાઈ રહ્યા છે. કોલોનીમાં રસ્તાઓ પણ નથી. અમે શંકર માર્કેટ પહોંચ્યા જ્યાં ઘનશ્યામ પારાશર સ્વાદિષ્ટ રાજમા-ચાવલની દુકાનના માલિક છે. પરંતુ દિલ્હી સરકારની વાત કરવામાં આવે તો તેમનો સ્વાદ બગડી જાય છે. તેમના કહ્યાં પ્રમાણે, કેજરીવાલે સાડા ચાર વર્ષ કંઈ નથી કર્યું. 6 મહિના પહેલા તમામ જાહેરાત કરી દેવાઈ હતી. અને બધા પણ ચૂંટણીના વાયદા છે. આગળ કંઈ નહીં થાય.

બસમાં મુસાફરી કરવાથી હવે બીક નથી લાગતી
અમે થોમસ રોડ પર પહોંચ્યા તો ત્યાં આશા મળી હતી. આશા સરકારની કામગીરીથી ખુશ છે. તેને જણાવ્યું કે, શાળા ઘણી સારી બની ગી છે. બસમાં માર્શલ છે એટલે હવે બસમાં જતા ડર નથી લાગતો. ભાડાના પૈસા પણ બચી જાય છે. અહીંયા થોડા સરકારી મકાન છે. લતા આમાંથી એકમાં રહે છે. તે કહે છે કેવીજળીના બિલ પર અમને કોઈ રાહત મળી નથી બિલ અલગ આવે છે. બસમાં માર્શલ તહેનાત કરવો સારી વાત છે પરંતુ કોલોનીઓમાં પણ હોવા જોઈએ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post