• Home
  • News
  • 20 જૂનને ગદ્દાર દિવસ તરીકે જાહેર કરવાની માંગ:સંજય રાઉત UNને પત્ર લખશે, એ જ દિવસે એકનાથ શિંદેએ ઉદ્ધવથી છેડો ફાડ્યો હતો
post

ગયા વર્ષે પાર્ટીના વિભાજન પછી શિવસેનાનો આ પહેલો સ્થાપના દિવસ હતો, જે બે સ્થળોએ ઉજવવામાં આવ્યો હતો. એક કાર્યક્રમ ઉદ્ધવ દ્વારા અને બીજો એકનાથ શિંદે દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-20 19:11:45

બાલાસાહેબ ઠાકરેની શિવસેનાને વિખેરી નાખ્યાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એકનાથ શિંદેએ 20 જૂને જ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. શિંદે જૂથે પાછળથી ભાજપ સાથે હાથ મિલાવ્યા અને એકનાથ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા.

ઉદ્ધવ જૂથના નેતાઓ હવે માંગ કરી રહ્યા છે કે 20 જૂનને વિશ્વ ગદ્દાર દિવસ જાહેર કરવામાં આવે. સંજય રાઉતે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં હસ્તાક્ષર અભિયાન ચલાવીશું અને લાખો લોકોની સહી કરેલો પત્ર સંયુક્ત રાષ્ટ્ર (UN)ને મોકલીશું. રાઉતે કહ્યું- દુનિયામાં દેશદ્રોહની ઘણી ઘટનાઓ બની છે અને મહારાષ્ટ્રના લોકોએ ગયા વર્ષે આવી એક ઘટના જોઈ છે.

19 જૂને શિવસેનાના સ્થાપના દિવસ પર ઉદ્ધવ અને શિંદેએ અલગ-અલગ કાર્યક્રમો કર્યા હતા...

ઉદ્ધવે કહ્યું - આજે ગદ્દાર દિવસ છે; બાલાસાહેબનો ફોટાની ચોરી કરી
સોમવારે શિવસેનાના સ્થાપના દિવસ પર ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે વિશે કહ્યું કે, 20 જૂન ગદ્દાર દિવસ છે. તમે બાલાસાહેબ ઠાકરેનો ફોટો ચોરી શકો છો પણ લોકોના દિલમાંથી નહીં. તમે પાક લઈ લીધો છે પણ ખેતર તો ​​​​અમારી પાસે છે.

અગાઉ 18 જૂને શિવસેના (UBT)ની મહારાષ્ટ્ર-સ્તરની બેઠકમાં આદિત્ય ઠાકરેએ પણ ગદ્દાર દિવસ વિશે વાત કરી હતી. આદિત્યએ કહ્યું હતું કે, 18 જૂન ફાધર્સ ડે હતો. પરંતુ અહીં કેટલાક લોકો એવા પણ છે જેઓ બીજાના પિતાની ચોરી કરે છે. તેઓ ગદ્દાર છે.

ઉદ્ધવ જૂથ પહેલા NCPએ પણ આવી જ માંગણી કરી હતી. મહારાષ્ટ્ર NCPના અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું હતું - તેઓ 20 જૂને ગદ્દાર દિવસની ઉજવણી કરશે. એનસીપીના કાર્યકરોએ સાંકેતિક પૈસાનો બંડલ બતાવીને રાજ્યના ખૂણે ખૂણે વિરોધ કરવો જોઈએ. જેના આધારે એકનાથ શિંદે સરકાર સત્તામાં આવી હતી.

બીજી તરફ, મંગળવારે મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથ અને NCP કાર્યકર્તાઓને નોટિસ પાઠવીને કાયદો અને વ્યવસ્થાને ડહોંળવાની ચેતવણી આપી છે.

શિંદેનો જવાબ- ગયા વર્ષે જે બન્યું તેના માટે સિંહનું કાળજું હોવું જરૂરી છે

​​​​​​​એકનાથ શિંદેએ પોતાને ગદ્દાર કહેવા બદલ ઉદ્ધવ પર વળતો પ્રહાર કર્યો. સોમવારે શિવસેનાના સ્થાપના દિવસ પર એક કાર્યક્રમમાં શિંદેએ કહ્યું હતું કે, ગયા વર્ષે 20 જૂને જે થયું તેના માટે સિંહનું કાળજું જોઈએ.

શિંદેએ વધુમાં કહ્યું કે, તમે અમને ગદ્દાર કહો છો, પરંતુ તમે ખુરશી માટે બાળાસાહેબના વિચારો સાથે દગો કર્યો. જો અમે ગદ્દારી કરી હોત તો 40 ધારાસભ્યો અમારી સાથે ન આવ્યા હોત.

જૂન 2022 માં શું થયું...

ગયા વર્ષે જૂનમાં, શિંદે અને પાર્ટીના અન્ય 39 ધારાસભ્યોએ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. શિવસેના બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહા વિકાસ આઘાડી ગઠબંધનની સરકાર પડી ગઈ.

ત્યારબાદ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી. ચૂંટણી પંચે પક્ષનું નામ અને પ્રતીક 'તીર-ધનુષ' શિંદે જૂથને ​​​​​​​આપ્યું. ઠાકરે જૂથનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) હતું. બાદમાં આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે શિંદે સરકાર ચાલુ રહેશે.

ગયા વર્ષે પાર્ટીના વિભાજન પછી શિવસેનાનો આ પહેલો સ્થાપના દિવસ હતો, જે બે સ્થળોએ ઉજવવામાં આવ્યો હતો. એક કાર્યક્રમ ઉદ્ધવ દ્વારા અને બીજો એકનાથ શિંદે દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post