• Home
  • News
  • ડેરેકે સંભળાવી વેંકૈયાની કહાની:કહ્યું- ગામમાં બળદે મહિલાને શિંગડું માર્યું, તેનું મૃત્યુ થયું; ખોળામાં બેઠેલા એક વર્ષના વેંકૈયા બચી ગયા હતા
post

હું દરેક સાંસદ અને યુવાઓને કહેવા માગીશ કે તે સમાજ, દેશ અને લોકશાહી વિશે તમારી પાસેથી ઘણુંબધું શીખી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:37:18

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર એમ. વેંકૈયા નાયડુને સોમવારે રાજ્યસભામાં વિદાય આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને તમામ નેતાઓએ વિદાઈ ભાષણ આપ્યું હતું. TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને જ્યારે ત્યાં સ્પીચ આપી તો વેંકૈયા ભાવુક થઈ ગયા હતા અને પોતાનાં આંસુને લૂંછવા લાગ્યા હતા.

ડેરેક ઓ'બ્રાયને વેંકૈયા નાયડુને બાળપણની કહાની સંભળાવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે નાયડુ માત્ર એક વર્ષના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયું હતું. ગામમાં એક પરિવાર હતો, જેની પાસે 8 બળદ હતા. એક દિવસ આ પૈકીનો એક ભડક્યો અને મહિલાના પેટમાં શિંગડાં વડે હુમલો કર્યો હતો. તેના ખોળામાં એક વર્ષનું બાળક હતું. તેને છોડીને મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ તેનું મૃત્યુ થયું. તે બાળક વેંકૈયા નાયડુ હતા.

વડાપ્રધાને કહ્યું- તમારામાં વન લાઈનર્સ વિન લાઈનર્સ છે
વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે સંસદમાં સ્પીકર, રાષ્ટ્રપતિ એવા જ લોકો છે, જે આઝાદ ભારતમાં જન્મ્યા છે. તમામ સામાન્ય ફેમિલીમાંથી આવે છે. આ દેશમાં નવા યુગનું પ્રતીક છે. નાયડુ દેશના એવા ઉપ-રાષ્ટ્રપતિ છે, જેમણે પોતાની ભૂમિના દરેક યુવાઓ માટે કામ કર્યું છે. સંસદમાં પણ યુવા સાંસદોને આગળ વધાર્યા છે. યુવાઓના સંવાદ માટે યુનિવર્સિટીઝ અને ઈન્સ્ટિટ્યૂટ્સ સતત જતા રહ્યા છે. તેમનું નવી પેઢી સાથે સતત કનેક્શન રહ્યું છે.

 

ઉપ-રાષ્ટ્રપતિ તરીકે તમે જે ભાષણ આપ્યું એમાંથી 25% યુવાઓ પર હતું
તેમણે વધુમાં કહ્યું, મને કહેવામાં આવ્યું કે ઉપ-રાષ્ટ્રપતિ તરીકે તમે જે ભાષણ આપ્યા એમાંથી 25 ટકા યુવાઓ પર હતા. વ્યક્તિગત રીતે મારું એ સૈભાગ્ય રહ્યું છે કે મેં તમને અલગ-અલગ ભૂમિકાઓમાં જોયા છે. ઘણાબધા પ્રસંગોમાં ખભેખભા મિલાવીને કામ કરવાની તક મળી હતી. કાર્યકર્તા, ધારાસભ્ય, સાંસદ, ભાજપ-અધ્યક્ષ, કેબિનેટ મંત્રી તરીકે તમારું કામ દેશ માટે હિતકારી રહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિ અને સભાપતિના રૂપમાં મેં તમને અલગ-અલગ જવાબદારીઓમાં લગન સાથે કામ કરતા જોયા છે. તમે ક્યારેય કોઈપણ કામને ભારરૂપ ગણ્યું નથી. દરેક કામમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કર્યો છે.

તમારામાં વન લાઈનર્સ વિન લાઈનર્સ છે
હું દરેક સાંસદ અને યુવાઓને કહેવા માગીશ કે તે સમાજ, દેશ અને લોકશાહી વિશે તમારી પાસેથી ઘણુંબધું શીખી શકે છે. તમારો અનુભવ આપણા યુવાઓને ગાઈડ કરશે અને લોકશાહીને મજબૂત કરશે. તમારાં પુસ્તકોનો ઉલ્લેખ મેં એટલે કર્યો, કારણ કે તેમાં તમારી શબ્દ પ્રતિભા ઝળકે છે, જેના માટે તમને ઓળખવામાં આવે છે. તમારામાં વન લાઈનર્સ વિન લાઈનર્સ છે. એ પછી કંઈ જ કહેવાની જરૂર રહેતી નથી.

સામાન્ય વિદ્યાર્થીમાંથી પાર્ટીના ટોપ પદ પર પહોંચ્યા
તમે દક્ષિણમાંથી રાજકારણનું કરિયર શરૂ કર્યું. ત્યારે લોકો એવું કહેતા હતા કે જે વિચારધારા સાથે તમે જોડાયા છો એનું દક્ષિણમાં નજીકના ભવિષ્યમાં કંઈ જ સારું દેખાતું નથી. તમે સામાન્ય વિદ્યાર્થીથી કરિયર શરૂ કરીને પાર્ટીના ટોચના પદ પર પહોંચ્યા, તે તમારી અવિરલ કર્તવ્યનિષ્ઠા અને કર્મ પ્રત્યે સમર્પણનું પ્રતીક છે.

તમે દરેક ભાષાને આગળ વધારી
તમે કહેલી એક વાત ઘણા લોકોને યાદ હશે. મને વિશેષ યાદ છે. તમે માતૃભાષાને લઈને ખૂબ જ આગ્રહી રહ્યા છો. વેંકૈયાજીની હાજરીમાં સંસદની કાર્યવાહી દરમિયાન દરેક ભારતીય ભાષાને વિશષ્ટ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તમે દરેક ભાષાને આગળ વધારવાનું કામ કર્યું છે. 22 ભાષામાં સાંસદ બોલી શકે, તેની વ્યવસ્થા તમે કરી.

તમે ગૃહની પ્રોડક્ટિવિટીને નવી ઊચાઈ આપી છે. રાજ્યસભાની પ્રોડક્ટિવિટી 70 ટકા વધી છે. સભ્યોની ઉપસ્થિતિ વધી છે. 177 બિલ પાસ થયાં અને ચર્ચા થઈ, એ તમારા કારણે છે. એવા ઘણા કાયદા બન્યા, જે આધુનિક ભારતના સંકલ્પને સાકાર કરે છે. તમે ઘણા એવા નિર્ણય લીધા, જેને અપર હાઉસની અપર જર્ની માટે યાદ કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post