• Home
  • News
  • પ્રિયંકા ગાંધીની અટકાયત, લખીમપુર ન જવા દેવાયાં:CM યોગીનો નિર્ણય- જો નેતા બહાર નીકળશે તો ધરપકડ કરાશે, સમગ્ર જિલ્લામાં કલમ -144 લાગુ
post

મંત્રી અજય મિશ્રાનો પુત્રએ સ્પષ્ટતા કરતાં કહ્યું- હું ત્યાં નહોતો, સતીશ મિશ્રાએ પ્રવાસ રદ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:45:26

લખીમપુર ખીરીમાં 8 લોકોના મોત બાદ યુપીમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મૃતકોના પરિવારજનોને મળવા માટે મોડી રાત્રે દિલ્હીથી લખનઉ પહોંચ્યા હતા. થોડા સમય પછી તે લખીમપુર જવા રવાના થયાં, પરંતુ સવારે 5:30 વાગ્યે પ્રિયંકા ગાંધીની સીતાપુર જિલ્લાની હરગાંવ બોર્ડર પર પોલીસે અટકાયત કરી હતી.

મોડી રાત્રે CM યોગી આદિત્યનાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે જો વિપક્ષી નેતાઓ લખીમપુર ખીરી જવાનો પ્રયાસ કરશે તો તેમને નજરકેદ કરવામાં આવશે. આ પછી તમામ મોટા નેતાઓના ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જો કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતને જવાની પરવાનગી આપવામાં આવી છે.

ખેડૂતોને કચડવામાં આવી રહ્યા છે- પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જે રીતે ખેડૂતોને કચડી નાખવામાં આવી રહ્યા છે. ઘણા મહિનાઓથી, ખેડૂત અવાજ ઉઠાવી રહ્યા છે કે તેની સાથે ખોટું થઈ રહ્યું છે. પરંતુ સરકાર સાંભળવા તૈયાર નથી. આજે જે થયું તે સાબિત કરે છે કે આ સરકાર ખેડૂતોને કચડી નાખવા અને ખતમ કરવા માટે રાજનીતિ કરી રહી છે. આ દેશ ખેડૂતોનો દેશ છે, તે ભાજપની વિચારધારાનો દેશ નથી, તેને ખેડૂતોએ બનાવ્યો છે.

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે જ્યારે બળ પ્રયોગ કરવો પડે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે સરકાર અને પોલીસે નૈતિક આધાર ગુમાવ્યો છે. હું મારું ઘર છોડીને કોઈ ગુનો કરવા જઈ રહી નથી. હું માત્ર તે પીડિતોના પરિવારોને મળવા જાઉં છું, હું તેમના આંસુ લૂછવા માટે જઇ રહી છું. તમારી પાસે વોરંટ હોવું જરૂરી છે. મને કેમ રોકવામાં આવી રહી છે?

કોઈની વાતોમાં આવો નહીં, ઘરમાં રહો- યોગી
લખીમપુરમાં થયેલી હિંસા પર દુખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર આ મામલાના મૂળ સુધી જશે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરમાં રહે અને કોઈના દ્વારા પણ ગેરમાર્ગે ન દોરાવ.

આ દરમિયાન પશ્ચિમ યુપીના 27 જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લખનઉમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. સુરક્ષાને લઈને તમામ જિલ્લાઓના DM, SSP ને ખાસ સૂચના આપવામાં આવી છે.

 

હાઇવે પર કડક નજર, ફોર્સ રિઝર્વ રાખવામાં આવી
જ્યાં લખીમપુરમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ યુપીના જિલ્લાઓમાં ખેડૂતો વિવિધ રાજમાર્ગો પર વિરોધ કરી શકે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બાજ નજર રાખવામા આવી રહી છે. યુપી પોલીસ ઉપરાંત પીએસી અને આરએએફને પણરિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

પશ્ચિમ યુપીમાં ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે
નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર, સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર, દિલ્હીની બહાર તમામ સરહદો પર હડતાલ પર છે. મેરઠમાં કમિશનરી અને સિવાયા ટોલ પર ખેડૂતો ધરણા પર બેઠા છે. ગાઝિયાબાદના મંડોલામાં ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે. ખેડૂતો રૂહાના ટોલ, જેવર ટોલ પર પણ વિરોધ કરી રહ્યા છે. ગાઝિયાબાદના સિંઘુ બોર્ડર પર ગાઝિયાબાદના DM રાકેશ કુમાર સિંહ પોતે અને એસએસપી પવન કુમાર પહોંચી ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post