• Home
  • News
  • હિઝબુલના 3 આતંકવાદીને ચંદીગઢ ફરવા લઈ ગયો હતો દેવિંદર, સંસદ હુમલામાં DSPની ભૂમિકા અંગે તપાસ થશે
post

જમ્મુ-કાશ્મીરના DSP દેવિંદર સિંહની હિઝબુલના 2 આતંકવાદી સાથે 12મી જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-16 11:28:53

ચંદીગઢઆતંકવાદીની મદદ કરવાના આરોપી જમ્મુ-કાશ્મીર પોલીસના DSP દેવિંદર સિંહને લઈ સતત નવા-નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને પૂછપરછ દરમિયાન એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે દેવિંદરની હિઝબુલના આતંકવાદી નાવેદ બાબા અને આસિફ સાથે ધરપકડ કરવામાં આવી તેના કેટલાક મહિના અગાઉથી નાવેદના સંપર્કમાં હતો. આતંકવાદી ચંદીગઢ સહિત અનેક શહેરોમાં હુમલા કરવાનો ઈરાદો ધરાવતા હતા. પોલીસ વર્ષ 2001માં સંસદ હુમલામાં દેવિંદરની ભૂમિકાની પણ તપાસની કહી રહી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના DGP દિલબાગ સિંહે દેવિંદરને નોકરામાંથી હાકી કાઢવા અને કેસની તપાસ NIA પાસે કરાવવાની ભલામણ કરી છે.DGP વધુમાં જણાવ્યું હતું કે પૂર્વમાં જમ્મુ-કાશ્મીર રાજ્ય દ્વારા 2018માં સ્વતંત્રતા દિવસ પ્રસંગે દેવિંદરને વિરતા પદકથી સન્માનિત કરવામાં આવ્યો હતો, સન્માન પાછું લેવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. સંસદ પર હુમલામાં DSPના અફઝલ ગુરુ અને અન્ય આતંકવાદીઓ સાથે સંબંધ અંગે DGP કહ્યું હતું કે અમે વર્ષ 2001ના સંસદ હુમલામાં દેવિંદરની શંકાસ્પદ ભૂમિકા અંગે પણ તપાસ કરવા માટે તૈયાર છીએ. અંગે ઈનપુટ મેળવવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં તિહાર જેલથી અફઝલે તેના વકીલને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે દેવિંદરને મોહમ્મદ (સંસદ હુમલામાં સામેક પાકિસ્તાન સ્થિત આતંકવાદી)ને દિલ્હી લાવવા અને અહીં તેના માટે ઘર અને કાર અપાવવા માટે કહેવામાં આવ્યું હતું.


આતંકવાદી ચંદીગઢના માર્કેટ અને મોલમાં ફર્યા હતા

પૂછપરછ દરમિયાન એવી માહિતી મળી છે કે વર્ષ 2019માં જ્યારે સેનાએ કાશ્મીરમાં કડક વલણ અપનાવાની શરૂઆત કરી ત્યારે દેવિંદર આતંકવાદીઓને શ્રીનગરથી 25/26 જૂનના રોજ પઠાણકોટ સુધી પોતાની સાથે લઈ ગયો હતો. અહીંથી દેવિંદર અને આતંકવાદી અલગ પડ્યા હતા. ત્યાંથી DSP ચંદીગઢ પહોંચ્યા હતા અને સેક્ટર 51ના એક ફ્લેટમાં રોકાયા હતા. ત્યારબાદ તે બાંગ્લાદેશ બોર્ડર જવા નિકળી ગયા હતા, કારણ કે તેમની દિકરી બાંગ્લાદેશમાં અભ્યાસ કરતી હતી. બે દિવસ બાદ નાવેદ બે સાથીઓને લઈ દેવિંદર પાસે ચંદીગઢ પહોંચ્યો હતો. અહીં તેઓ બધા બે દિવસ રોકાયા હતા. સમય દરમિયાન આતંકવાદીઓ સેક્ટર-19ના માર્કેટમાં અને એક મોલમાં ગયા હતાં. નાવેદના સાથીની તબિયત સારી હોવાથી તેઓ સરકારી હોસ્પિટલ ગયા હતા. NIA હવે દેવિંદર પાસેથી માહિતી મેળવવા માગે છે કે ચંડીગઢમાં આતંકવાદીઓ ફરવા ગયા તેની પાછળનો ઉદ્દેશ શું હતો.

adv

Related News

post
post
post
post
post
post
post