• Home
  • News
  • બાળકીને ઠપકો આપતા શિક્ષિકાની ધોલાઈ:બંગાળમાં શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર મરાયો, લોકોના વિરોધ પછી પોલીસ એક્શનમાં આવી
post

ભાજપના સાંસદ સુકાંત મજુમદારે આ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે શિક્ષિકા સાથે આવું વર્તન કરનારાઓ સામે કડક સજાની માંગ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-25 18:20:30

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં બાળકીને ઠપકો આપવાને લઈને વિશેષ સમાજના લોકોએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકો સ્કૂલમાં ઘુસી ગયા હતા અને શિક્ષિકાને મારવાનું શરૂ કર્યું હતું. ઘણા સમય સુધી હંગામો થયો હતો. પોલીસે 35 લોકો સામે FIR કરી છે અને 4 લોકોની ધરપકડ કરી છે. આ ઘટના હિલી પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિમોહિના પ્રતાપ ચંદ્ર હાઈસ્કૂલમાં બની હતી. વિદ્યાર્થિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. જાણવા મળ્યું છે કે ત્રણ દિવસ પહેલા સ્કૂલની શિક્ષિકાએ બાળકીને ઠપકો આપ્યો હતો.

તે પછીના દિવસે વિદ્યાર્થિનીના ઘરવાળા અમુક લોકો સાથે સ્કૂલમાં આવ્યા હતા. શિક્ષિકા સાથે ખરાબ ભાષામાં વાત કરવા લાગ્યા હતા. આ બાબતે વિરોધ કરતા તેઓએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. ફરિયાદ પછી કાર્યવાહી કરાઈ છે.

બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાને શાંત પાડ્યો હતો. શિક્ષિકા સાથે અશોભનિય વર્તનનો લોકોએ ભારે વિરોધ કર્યો છે. લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભાજપના સાંસદે પોલીસ સામે સવાલ ઉઠાવ્યા

ભાજપના સાંસદ સુકાંત મજુમદારે આ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે શિક્ષિકા સાથે આવું વર્તન કરનારાઓ સામે કડક સજાની માંગ કરી. તેમણે કહ્યું હતું કે શિક્ષક માટે દરેક વિદ્યાર્થી તેનો પોતાનો હોય છે. મને આશ્ચર્ય છે કે સ્કૂલના પ્રિન્સિપાલે રિપોર્ટ ન નોંધાવ્યો. પોલીસમાં પણ કેસ નોંધવાની હીંમત ન ચાલી. લોકોએ ચક્કાજામ કર્યો ત્યારે પોલીસ એક્ટિવ થઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post