• Home
  • News
  • અવોર્ડની ખુશી:'દિલ્હી ક્રાઇમ'ની જીત પર ડિરેક્ટર રિચી બોલ્યા- આ જીત તે અનેક લોકોની મહેનત છે જે વર્ષો સુધી ભેગા રહ્યા
post

દિલ્હી પોલીસની નિર્ભયા કેસમાં કરવામાં આવેલી તપાસ પર ઘણું રિસર્ચ કરવામાં આવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 11:32:07

48મા ઇન્ટરનેશનલ એમી અવોર્ડ્સમાં નેટફ્લિક્સની વેબ સિરીઝ 'દિલ્હી ક્રાઇમ' બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં વિજેતા બની છે. આ સાથે જ ભારત તરફથી એમી અવોર્ડ જીતનારી પહેલી વેબ સિરીઝ બની ગઈ છે. આ સિરીઝને કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મમેકર રિચી મેહતાએ ડિરેક્ટ કરી છે. દેશ માટે પહેલો એમી અવોર્ડ જીતવા પર તેમણે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ સિરીઝને એમી અવોર્ડ મળશે.

નિર્ભયા કેસથી પ્રેરિત હતી સિરીઝ
રિચીએ દિવ્ય ભાસ્કર સાથે પોતાની ખુશી શેર કરતા કહ્યું- આ જીત તે અનેક લોકોની મહેનતને સલામ છે જેણે છેલ્લા ઘણા વર્ષો સુધી મહેનત કરી છે. દિલ્હી ક્રાઇમ, નિર્ભયા રેપ કેસ પર આધારિત એક કાલ્પનિક સ્ટોરી છે. આ ગુસ્સો, ફ્રસ્ટ્રેશન, પ્રેમ અને દુઃખથી ભરપૂર એક વેબ સિરીઝ છે. હું આ સિરીઝ સાથે જોડાયેલા તે દરેક વ્યક્તિ અને આ સ્ટોરી પાછળના તેમના વિઝનનો આભારી છું.

કોણ છે દિલ્હી ક્રાઇમના ડિરેક્ટર રિચી મેહતા
રિચી ભારતીય મૂળના કેનેડિયન ફિલ્મમેકર છે. તેમના માટે આ જીત એટલે પણ વિશેષ છે કારણકે સિરીઝ પહેલાં તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની શરૂઆતની મિસાલ કાયમ કરી છે. રિચીની પહેલી ફીચર ફિલ્મ 'અમલ' 2008માં રિલીઝ થઇ હતી. ત્યારબાદ રિચીએ આઈ વિલ ફોલો યુ ડાઉન, સિદ્ધાર્થ અને ઇન્ડિયા ઈન અ ડે પણ બનાવી છે. દિલ્હી ક્રાઇમ 2019 માર્ચમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી.

આકાશે ખુદ પ્રોટેસ્ટમાં ભાગ લીધો હતો
એક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર આકાશ દહિયાએ કહ્યું, દિલ્હી ક્રાઇમને અવોર્ડ એટલા માટે મળ્યો કારણકે આનું ટ્રીટમેન્ટ ઘણું રો અને રિયલ હતું. અમે આને લાઉડ અને ફિલ્મી બનાવ્યું ન હતું. કેમેરા વર્ક રીયલ હતું, જેના દરેક સીનમાં કેમેરો સાથે-સાથે ચાલે છે. એવું ન હતું કે એક બ્લોક લગાવી દીધો અને સીન શૂટ થઇ રહ્યો છે. આખા શૂટિંગ દરમ્યાન કેમેરો એકદમ હેન્ડી હતો. ટ્રાઇપોડ યુઝ કરવામાં આવ્યું નથી.

દિલ્હી પોલીસની નિર્ભયા કેસમાં કરવામાં આવેલી તપાસ પર ઘણું રિસર્ચ કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર રિચીએ 4-5 વર્ષનું રિસર્ચ કર્યું હતું. નિર્ભયા કાંડના સમયે, રિચી બધા દિલ્હીમાં જ હતા. ત્યારે હું પણ ઇન્ડિયા ગેટ પર પ્રોટેસ્ટ કરવા જતો હતો. રિચી ત્યારબાદ હંડ્રેન્ડ પર્સન્ટ બધા પક્ષને મળ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post