• Home
  • News
  • ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝ હાર્યા પછી કોહલીએ કહ્યું- નિરાશાજનક વાત છે કે બોલર્સે સારો દેખાવ કર્યો પરંતુ તેમને બેટ્સમેનનો સપોર્ટ ન મળ્યો
post

કોહલીએ કહ્યું કે, ટીમ હારના કોઈ બહાના નહિ આપે, ભૂલ સુધારવા પર ધ્યાન આપશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-02 11:48:53

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, " બોલર્સે સીરિઝમાં સારો દેખાવ કર્યો પરંતુ નિરાશાજનક વાત છે કે તેમને બેટ્સમેનનો સપોર્ટ ન મળ્યો. અમે હારના કોઈ બહાના નહીં આપીએ અને ભૂલો સુધારવા પર ધ્યાન આપીશું." ભારત ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ 0-2થી હાર્યું છે. પહેલી ટેસ્ટ ટીમ ઇન્ડિયા 10 વિકેટે અને બીજી 7 વિકેટે હાર્યું. ભારતે 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં માત્ર 1 વાર 200 રનનો આંકડો વટાવ્યો હતો.

કોહલીએ કહ્યું કે, પહેલી ટેસ્ટમાં અમે ઈન્ટેન્ટ વગર રમ્યા હતા. જો બેસીને આ સીરિઝનું નિરીક્ષણ કરીએ તો ન્યૂઝીલેન્ડના બોલર્સને ક્રેડિટ આપવું જોઈએ. અમે અમારા પ્લાન અમલમાં ન મુક્યા અને કિવિઝ ઘરઆંગણે બહુ સારું રમ્યું, અમે આ બંને ફેક્ટરના કોમ્બિનેશનના કારણે હાર્યા. તેમની બોલિંગ બહુ સારી હતી અને તેમણે અમારા બેટ્સમેનોને ખોટા શોટ રમવા ફોર્સ કર્યા હતા. બેટિંગ યુનિટ તરીકે અમે સામાન્યપણે ફાઇટ આપતા હોઈએ છીએ, પરંતુ આ વખતે અમે બોલર્સને મેચ જીતવા માટે કોઈ ચાન્સ આપ્યો નહોતો.

સાઉથ આફ્રિકામાં પણ આવું જ થયું હતું
તેણે વધુ ઉમેરતા કહ્યું કે, અમારી બોલિંગ યોગ્ય હતી, પહેલી ટેસ્ટમાં પણ બોલર્સનો દેખાવ સારો હતો. બેટ્સમેનોએ તેમને સપોર્ટ ન કર્યો, તે નિરાશાજનક છે. આ પહેલા સાઉથ આફ્રિકામાં પણ આવું જ થયું હતું. બોલર્સે ત્યાંપણ સારું પ્રદર્શન કર્યું હતું અને બેટ્સમેને નિરાશ કરેલા. મારુ માનવું છે કે વિદેશમાં સીરિઝ જીતવા બેટિંગ અને બોલિંગ પ્રદર્શન વચ્ચે એક બેલેન્સ હોવું જોઈએ, જે આ સીરિઝમાં નહોતું.


ટોસનું બહાનું નહીં આપીએ
કોહલીએ કહ્યું કે, તમે વિચારી શકો છો કે ટોસ એક ફેક્ટર હતો, પરંતુ અમે એવી ટીમ નથી જે આ રીતે વિચારે છે. બંને ટેસ્ટમાં પ્રથમ બોલિંગ કરનાર ટીમને પહેલી 2-3 કલાક માટે સામાન્ય કરતા વધારે ફાયદો થયો હતો. જોકે ઇન્ટરનેશનલ સાઈડ તરીકે જ્યારે અમે છેલ્લી બે સીરિઝમાં આટલું સારું પ્રદર્શન કર્યું તે પછી ટોસ અંગે વિચારવા કરતા અમે સ્થિતિ પ્રમાણે રમીએ તે વધુ જરૂરી છે. અમે માનીએ છીએ કે અમે ખરાબ ક્રિકેટ રમ્યા અને ભૂલોને સુધારવા પર કામ કરીશું.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post