• Home
  • News
  • ઝઘડિયાના BTPના MLA છોટુ વસાવાનું વિવાદિત નિવેદન, કહ્યું: 'લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ'
post

ધારાસભ્ય છોટુ વસાવાના નિવેદનથી વિવાદ સર્જાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 11:55:31

ભરૂચઃ કોરોના વાઈરસના હાહાકાર વચ્ચે BTPના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ શોશ્યલ મીડિયામાં લખ્યું છે કે, લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ. 


લોકડાઉનમાં શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએઃ છોટુ વસાવા
દેશભરમાં કોરોના વાઈરસને લઇને લોકડાઉન છે અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઝઘડિયાના BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ શોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. જેમાં છોટુ વસાવાએ લખ્યું છે કે, કોરોનાની મહામારીના સમયમાં લોકડાઉનનું પાલન ન કરે તો સરકારે શૂટ એટ સાઇટનો ઓર્ડર કરવો જોઇએ. 


છોટુ વસાવાએ પોતાનો મોબાઇલ બંધ કરી દીધો
લોકડાઉનનના સમયે વિવાદિત ટીપ્પણી કર્યાં બાદ ઝઘડિયાના BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. છોટુ વસાવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post