• Home
  • News
  • Diwali 2023 : જ્ઞાનનો પ્રકાશ પ્રસરાવતું પર્વ એટલે દિવાળી, વનવાસ બાદ અયોધ્યા પહોંચ્યા હતા રામ
post

ધન્વન્તરી ભગવાનની પુજાનું મહત્ત્વ એટલા માટે છે કે સૌથી મોટામાં મોટું ધન એ આરોગ્ય છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-12 12:36:40

ધન્વન્તરી ભગવાનની પુજાનું મહત્ત્વ એટલા માટે છે કે સૌથી મોટામાં મોટું ધન એ આરોગ્ય છે. આપણું શરીર સારું રહે એનાથી બીજું મોટું કોઈ ધન નથી. 

આ પણે ત્યાં ઉત્સવોમાં દિપોત્સવને ઉત્સવોનો રાજા માનવામાં આવે છે. જેવી રીતે નવરાત્રિના સમયે આપણે માતા જગદંબાની ઉપાસના કરીએ છીએ એવી જ રીતે દિવાળીના દિવસોમાં પણ ભગવાન વિષ્ણુ સહિત જગદંબાની ઉપાસના કરવામાં આવે છે. 

અજ્ઞાનના અંધારાને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રસરાવતું પર્વ એટલે દિવાળી. 'અસતોમા સદ ગમય, તમસોમા જ્યોતિર્ગમય' એ ઉપનિષદોના મંત્રોને સાર્થક કરતું પર્વ એટલે દિવાળી. દિવાળીને દિવસે દિપ પ્રગટાવવાનું મહત્ત્વ છે. ભગવાન શ્રી રામજી રાવણ ઉપર વિજ્ય મેળવીને આવ્યાં તે સમયે અયોધ્યાના પ્રજાજનોએ શત-શત દિવડાં પ્રગટ કર્યાં. આપણી અંદર રહેલી આસુરી સંપદાનો નાશ કરી દૈવી ગુણોને કેળવવાં એ જ દિવાળી. દિવાળીના દિવસે મશાલ પ્રગટાવવાનું મહત્ત્વ છે. એ મશાલ પિતૃઓને વૈકુઠ પહોંચાડવાવાળી છે. સરસ્વતિ માતાજી અને મહાલક્ષ્મી માતાજીની ઉપાસના પણ આ દિવસે થાય છે જે ચોપડા પૂજનના નામે પ્રસિદ્ધ છે. 

કારતક મહિનાની સુદ પ્રતિપદા એ નૂતન વર્ષ તરીકે આપણે સૌ ઉજવીએ છીએ. આ સમયે ભગવાન શ્રી રામજીએ રાજ્યને ગ્રહણ કર્યું. નાનામાં નાના વ્યક્તિઓને આદર આપ્યો માટે આપણે એક-બીજાને મળતાં હોઈએ છીએ. શ્રીકૃષ્ણ ભગવાને ગિરિરાજજીની પુજાની શરૂઆત પણ આ સમયે જ કરી. તેમણે વર્ષો જુની ઈન્દ્ર-યજ્ઞાની પરંપરાને તોડી અને નવો યજ્ઞા શરુ કરાવ્યો. એ યજ્ઞાનું નામ એટલે ગોવર્ધનની પૂજા. આ પૂજા એટલે પ્રકૃતિની પૂજા. 

કારતક મહિનાની સુદ બીજ એ યમ દ્વિતિયાના નામે પ્રસિદ્ધ છે. યમ રાજા પોતાના બેન યમુનાજીના ઘરે જાય છે. ભ ક્ત ભાવથી યમરાજાએ પોતાની બહેન યમુનાજીનું સન્માન કર્યું. યમુનાજીએ યમદેવ પાસે માંગ્યું કે જેના ગળામાં તુલસીની કંઠી હોય અને મુખમાં શ્રીકૃષ્ણનું નામ હોય એને ત્યાં તમારે જવું નહિં. આમ, ભાઈ બહેનના મિલનનું પર્વ એટલે ભાઈબીજ. 

કારતક મહિનાની સુદ પંચમી જે લાભ પંચમીના નામે પ્રસિદ્ધ છે. જેને જ્ઞાન પંચમી પણ કહેવાય છે અને પાંડવ સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. આ દિવસે પાંડવોના સૌભાગ્યનો ઉદય થયો હતો. 

આમ, વાક બારસથી લઈ લાભ પંચમી સુધીના આ દિપોત્સવના પર્વો એ આધ્યાત્મક અને ભાવાત્મક વિચારોને પ્રદાન કરવાવાળા છે. આપણી અંદર રહેલી આસુરી શ ક્તનો નાશ થાય અને આપણી અંદર પણ જ્ઞાનનું સર્જન થાય, નૂતન વર્ષમાં નવા સંકલ્પો કરી આધ્યા ત્મક અને સામાજિક માર્ગને ઉજ્જવળ બનાવીએ એ જ અભ્યર્થના.. અસ્તુ.!


adv

Related News

post
post
post
post
post
post
post