• Home
  • News
  • વિશ્વભરમાં દિવાળીની ધામ-ધૂમથી ઉજવણી, અમેરિકાથી લઈને જાપાન પણ ઝળહળી ઉઠ્યું
post

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર BSFના જવાને દીવાઓ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-25 18:05:38

નવી દિલ્હીભારત અને વિશ્વના ઘણા દેશોમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોનાના કારણે બધા જ દેશોમાં તહેવારો ફીકા પડી ગયા હતા. આ વર્ષે  કોઈ પણ પ્રતિબંધો વગર દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. દિવાળી નિમિત્તે બજારોમાં ભારે રોનક જોવા મળી હતી. આ વર્ષેની દિવાળીને લોકો એ મન મુકીને ઉજવણી કરી અને નાના મોટા તમામ ધંધાઓમાં ઘરાકી નીકળી હતી. આ વર્ષે શહેરમાં ફટાકડાનું પણ ધૂમ વેચાણ થતા નાના વેપારીઓ પણ ખુશ થઈ ગયા હતા.

આગાઉના વર્ષોની જેમ PM મોદી એ કારગીલમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમે કહ્યું કે, જવાનોની દિવાળી, આતશબાજી અને ધડાકા અલગ હોય છે. પીએમએ જવાનોને સંદેશ આપ્યો કે શક્તિ વિના શાંતિ શક્ય નથી. ભારત ઉપરાંત બીજા ઘણા દેશોમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

અમેરિકામાં પણ દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અને ફર્સ્ટ લેડી ડૉ. જીલ બાઈડને તેમના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે ભારતીય-અમેરિકનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન સમારોહમાં ભારતીય મૂળના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ હાજર રહ્યાં હતાં.

ભારતીય મૂળના ચાન્સેલર ઋષિ સુનકે લંડનમાં દિવાળીની ઉજવણી કરી હતી. તેણે પોતાના ઘરની બહાર દીવા અને મીણબત્તીઓ પ્રગટાવીને ઉજવણી કરી હતી.

દિવાળીના એક દિવસ પહેલા જ મુંબઈમાં ગિરગામ ચોપાટી પર બનેલો એફિલ ટાવર રોશનીથી ઝગમગી ઊઠ્યો હતો. જાપાનના ટોક્યોમાં ભારતીયોએ દિવાળી પર ફટાકડા ફોડ્યા. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં દિવાળી પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.લંડન ટ્રાફલગર સ્ક્વેરમાં આ રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

ગોવાના પણજી શહેરમાં દિવાળીમાં રોડ કિનારે રાક્ષસ નરકાસુરનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, આ પૂતળાને દિવાળી પર ખરાબ પર સારાની જીતના પ્રતીક તરીકે આગ લગાવવામાં આવે છે.

કેનેડામાં પણ દિવાળી નિમિત્તે ભારે રોશની જોવા મળી હતી. અહીં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે, તેથી અહીં દિવાળી ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે.

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફના જવાને દીવાઓ પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી.

શ્રીલંકામાં મોટી સંખ્યામાં લોકો દિવાળીની ઉજવણી કરે છે. કોલંબોના પોનમ્બલવનેશ્વરમ હિન્દુ મંદિરમાં દિવાળીના અવસર પર લોકો દીવાઓ પ્રગટાવતા જોવા મળ્યા હતા.

થાઈલેન્ડના બેંગકોકમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ સુંદર પંડાલ બનાવવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post