• Home
  • News
  • DMKના નેતાએ ખુશ્બુ સુંદરને 'જૂનો ઢોલ' કહ્યું:BJPના નેતા પર ટીપ્પણી કરતા પાર્ટીમાંથી બરતરફ કરાયા, પોલીસે ધરપકડ કરી; તમિલનાડુના રાજ્યપાલ સામે પણ વિવાદીત નિવેદન આપ્યું હતું
post

DMKના પ્રવક્તા શિવાજીએ જાન્યુઆરીમાં રાજ્યપાલને કાશ્મીર મોકલવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 18:40:04

ચેન્નાઈ: તમિલનાડુમાં DMKના નેતા અને પ્રવક્તા શિવાજી કૃષ્ણમૂર્તિએ ભાજપના મહિલા નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદરને 'જૂનો ઢોલ' કહ્યા હતા. વિવાદ વધ્યા બાદ રવિવારે DMKના નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. થોડા કલાકો પછી, પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

શિવાજીએ 3 જૂનના રોજ DMKના પૂર્વ વડા કલૈગનાર કરુણાનિધિના જન્મદિવસ પર તમિલનાડુના ગવર્નર આરએન રવિ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે બે અન્ય મંત્રીઓને કેટલાક ખાતાની ફાળવણી કરી હતી. રાજ્યપાલે કહ્યું કે આ ખોટું છે. જો તેઓ (રાજ્યપાલ) કંઈક કહે છે, તો તેમણે પોતાની વાત પર મક્કમ રહેવું જોઈએ.

તેમણે કહ્યું હતું કે તેઓ મંત્રીઓના પ્રસ્તાવને સ્વીકારશે નહીં. જો તેઓ ખરેખર પોતાના માતાના પેટે જન્મ્યા હોત તો પોતાની વાત પર મક્કમ રહ્યા હોત. પરંતુ બાદમાં તેઓ ફરી ગયા હતા. બીજી તરફ, જો DMK કંઈક કહે છે, તો તે પોતાની વાત પર મકક્મ રહે છે. પછી ભલેને તેના માટે તેણે પોતાનો જીવ આપી દેવો પડે.

ખુશ્બૂએ કહ્યું- DMK પાર્ટીમાં આવી ટિપ્પણી કરનારાઓને ઈનામ અને તકો આપવામાં આવે છે
ખુશ્બુએ રવિવારે ટ્વિટર પર શિવાજીનો એક અનવેરિફાઇડ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં શિવાજી બીજેપી નેતા પર ખોટી ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો અંગે ખુશ્બુએ લખ્યું છે કે, આ રીઢો ગુનેગારની ખોટી ટિપ્પણી DMKમાં ચાલી રહેલી રાજકીય સંસ્કૃતિ દર્શાવે છે.

તેમણે કહ્યું કે પાર્ટીમાં તેમના જેવા અન્ય લોકો પણ છે. મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરવા અને તેમની સામે અપમાનજનક ટિપ્પણી કરવા માટે પક્ષ દ્વારા પણ તેમને રોકવામાં આવતા નથી, પરંતુ તેમને પુરસ્કાર આપવામાં આવે છે અને તક આપવામાં આવે છે.

ખુશ્બૂએ કહ્યું- આ મારું અપમાન નથી, પરંતુ તમારું અને તમારા પિતાનું અપમાન છે
ખુશ્બુએ પોતાના ટ્વીટમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને પણ ટેગ કર્યા છે. તેમણે લખ્યું કે, શું તમે સમજો છો કે આ મારું નહીં, પરંતુ તમારું અને તમારા પિતા, મહાન નેતા એમ કરુણાનિધિનું અપમાન છે. તમે પાર્ટીમાં આવા લોકોને જેટલી વધુ જગ્યા આપો છો, તેટલી વધુ જગ્યા તમે ગુમાવશો. તમારી પાર્ટી ગુંડાઓનું આશ્રયસ્થાન બની રહી છે, જે ખૂબ જ શરમજનક છે.

ભાજપે DMK નેતા સામે કાર્યવાહીની માંગ કરી છે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ રવિવારે શિવાજી વિશે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું, રાજ્યપાલ અને ખુશ્બુ વિશે શિવાજીની ટિપ્પણી અત્યંત નિંદનીય છે. અમે આ વારંવાર ગુનો કરનાર ગુનેગાર સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરીએ છીએ.

DMKના નેતાએ જાન્યુઆરીમાં રાજ્યપાલને મારી નાખવાની ધમકી આપી હતી
શિવાજીએ જાન્યુઆરીમાં રાજ્યપાલ વિશે પણ ખોટી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો રાજ્યપાલ તેમના વિધાનસભા ભાષણમાં આંબેડકરનું નામ લેવાનો ઇનકાર કરે તો શું મને તેમના પર હુમલો કરવાનો અધિકાર નથી? જો તમે (રાજ્યપાલ) તમિલનાડુ સરકાર દ્વારા આપવામાં આવેલ ભાષણ નહીં વાંચો તો તેઓ કાશ્મીર જાય અને અમે આતંકવાદીઓને મોકલીશું જેથી તેઓ તેમને મારી શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post