• Home
  • News
  • ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચિયન’નું સ્ક્રીનિંગ ન કરે- JNU, યુનિવર્સિટીએ કહ્યું- આનાથી શાંતિ ભંગ થઇ શકે છે, 24 જાન્યુઆરીએ થનારું છે સ્ક્રીનિંગ
post

UKના સાંસદ લોર્ડ રામી રેન્જરએ BBCની ડોક્યુમેન્ટરીને લઇને 18 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-24 19:04:18

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના સ્ટુડન્ટ્સના ગ્રુપને કહ્યું છે કે આ ડોક્યુમેન્ટરી ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચિયનના સ્ક્રીનિંગને રદ કરી દે. સ્ટુડન્ટ્સનું આ ગ્રુપ 24 જાન્યુઆરીએ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરનાર છે. JNUએ કહ્યું કે આ પ્રકારની એક્ટિવિટીઝ યુનિવર્સિટીમાં શાંતિ અને સદભાવને ભંગ કરે છે.

ભારત સરકારે BBCની ગુજરાતનાં રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટરીને પ્રધાનમંત્રી મોદી અને દેશની વિરુદ્ધ પ્રોપેગેન્ડા બતાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરદિંમ બાગચીએ ગુરુવારે મીડિયા બ્રિફ્રિંગમાં કહ્યું કે અમે નથી જાણતા કે ડોક્યુમેન્ટરીની પાછળ શું એજન્ડા છે, પરંતુ આ નિષ્પક્ષ નથી. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દુષ્પ્રચાર છે.

બાગચીએ કહ્યું- આ ડોક્યુમેન્ટરી ભારતની વિરુદ્ધ એક ખાસ પ્રકારનો દુષ્રચારનું નેરેટિવ ચલાવવાની કોશિશ છે. ડોક્યુમેન્ટરીમાં દેખાય છે કે આની સાથે જોડાયેલા લોકો અને સંગઠન ખાસ પ્રકારની વિચારશૈલી ધરાવે છે, કારણ કે આમાં ફેક્ટ જ નથી. આ ઔપનિવેશિક એટલે કે ગુલામીની માનસિકતાને દર્શાવે છે. અમે નથી જાણતા કે આની પાછળનો એજન્ડા શું છે?

હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં થયું સ્ક્રીનિંગ
પોલીસ અનુસાર, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સોમવારે સ્ટુડન્ટ્સના એક જૂથે કેમ્પસની અંદર ડોક્યુમેન્ટરી ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચિયનનું સ્ક્રીનિંગ કર્યું. પોલીસે કહ્યું કે આ અંગે લેખિત ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવશે.

બ્રિટિશ PMએ પણ વિરોધ કર્યો, BBCની ડોક્યુમેન્ટરી પર બ્રિટિશ સંસદમાં ચર્ચા થઇ. પાકિસ્તાની મૂળના સાંસદ ઇમરાન હુસૈને કહ્યું- ગુજરાતનાં રમખાણો માટે મોદી ડાયરેક્ટ જવાબદાર છે. હજી પણ રમખાણમાં અસરગ્રસ્તોને ન્યાય મળ્યો નથી. તેમણે બ્રિટિશ PM ઋષિ સુનકને સવાલ કર્યો- રમખાણોમાં મોદીની ભૂમિકા માટે તમારું શું કહેવું છે?

આના પર સુનકે કહ્યું- BBCની ડોક્યુમેન્ટરીમાં જે પ્રકારે પ્રધાનમંત્રીને બતાવવામાં આવ્યા છે, હું એની સાથે ક્યારેય સહમત નથી. તેમણે કહ્યું- બ્રિટન શરકારીની સ્થિતિ સ્પષ્ટ છે. અમે દુનિયાના કોઇ પણ ભાગમાં થનારી હિંસાની બરદાસ્ત નથી કરતા., પરંતુ ડોક્યુમેન્ટરીમાં PM મોદીની જે ઇમેજ રજૂ દર્શાવવામાં આવી છે, હું તેની સાથે બિલકુલ સહમત નથી.

17 જાન્યુઆરીએ પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો, દિવસે સરકારે હટાવ્યો
BBC
17 જાન્યુઆરીએ ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચિયનડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ યૂટ્યૂબ પર રિલીઝ થયો હતો. બીજો એપિસાડ 24 જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે. એની પહેલાં જ કેન્દ્ર સરકારે પ્રથમ એપિસોડને યૂટ્યૂબ પરથી હટાવી લીધો. પ્રથમ એપિસોડની ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે આ ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુસ્લિમ અલ્પસંખ્યકોની વચ્ચેના તણાવ પર ફોકસ કરે છે. ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાના દાવાની તપાસ કરે છે. બતાવી દઇએ કે ગુજરાતનાં રમખાણો માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી સમિતિએ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી.

UKના સાંસદ બોલ્યા- ડોક્યુમેન્ટરી નિષ્પક્ષ નથી
UK
ના સાંસદ લોર્ડ રામી રેન્જરએ BBCની ડોક્યુમેન્ટરીને લઇને 18 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું. તેમણે BBCને કહ્યું- તમે બારતના 100 કરોડથી અધિક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. એક લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા પ્રધાનમંત્રી, ભારતીય પોલીસ અને ભારતીય ન્યાયપાલિકાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે ગુજરાતનાં રમખાણોની નિંદા કરીએ છીએ, પરંતુ તમારી પક્ષપાતપૂર્ણ રિપોર્ટિંગની આલોચના કરીએ છીએ.

સુપ્રીમ કોર્ટ PM મોદીને ક્લીન ચીટ આપી ચૂકી છે
ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોને લઇને સુપ્રીમ કોર્ટે SIT બનાવી હતી. કમિટીએ રમખાણોમાં નરેન્દ્ર મોદીનો હાથ ન હતો તે માન્યું. SITએ કહ્યું હતું કે મોદીની વિરુદ્ધ કોઇ સબૂત મળ્યા નથી. જૂન 2022માં સુપ્રીમ કોર્ટે SITની તરફથી મોદીને મળેલી ક્લીન ચીટને સાચી માની હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post