• Home
  • News
  • ઉપરવાસમાં પડેલા વરસાદથી સોનગઢ તાલુકાનો મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમ છલકાયો
post

સવા પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર 3 કલાક 20 કિલોમીટર લાંબો ચક્કાજામ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-14 09:54:32

ડોસવાડા: ડોસવાડા ડેમની ઊંચાઈ સમુદ્રતટથી 415 ફુટ , 134.17 એમસીએફટી પાણીનો ડેમમાં સંગ્રહ, 500 હેકટર જમીનને સિંચાઇના પાણી આપી શકાય છે, ડેમની લંબાઈ 210 મીટર.

સુખીડેમના ઉપરવાસમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં 15થી વધુ ગામો સંપર્ક વિહોણા

પાવીજેતપુર તાલુકાના ઉત્તર વિભાગમાં આવેલ સુખી ડેમના ઉપરવાસમાં પડેલા 7 ઈંચ વરસાદથી ગઢથી મુવાડા જતાં રોડ પરના લો લેવલ કોવે પરથી પાણી પસાર થતાં વહીકતી તંત્ર દ્વારા આ રસ્તાને બંધ કરાયો હતો. તેમજ મોટીખાંડીનાથી સેલવા જતાં રોડ પરના લો લેવલ કોઝવે ઉપરથી પાણી પસાર થતાં 15 ગામો સંપર્ક વિહોણા થયા હતા.

સવા પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 પર 3 કલાક 20 કિલોમીટર લાંબો ચક્કાજામ

કોસંબા : માંગરોળના સવા પાટીયા પાસે ને. હા. નંબર 48 પર ચાલી રહેલા ઓવરબ્રિજના બાંધકામના પગલે વાહન વ્યવહાર સર્વિસ રોડ ઉપર ડાઈવર્ટ કર્યો છે. ભારે વરસાદ અને સર્વિસ રોડ પર પડેલા ખાડાને કારણે હાઈવે ઉપર બંને બાજુએ 3 કલાક 20 કિલોમીટરથી વધુ લાંબો ચક્કાજામ થયો હતો.

પારડીના કોટલાવમાં લોકોએ ગળાડૂબ પાણીમાંથી સ્મશાનયાત્રા કાઢવી પડી

પારડી તાલુકાના કોટલાવગામે મરતે પણ મારગ નહી મળવા જેવી સ્થિતિથી આજે ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. દાદરી મોરા ફળિયામાં આધેડ વયના અરવિંદભાઈનું નિધન થતા ડાઘુઓએ ગળા ડૂબ પાણી માંથી પસાર થઈ રેલવે ટ્રેક ઉપરથી મૃતદેહને બેથી ત્રણ કિલોમીટર ચાલી સ્મશાને લઈ જવા પડ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post