• Home
  • News
  • હવે કોરોનાનો ખાતમો નક્કી!, આજે માર્કેટમાં લોન્ચ થશે DRDO ની અભૂતપૂર્વ એન્ટી કોવિડ દવા 2DG
post

અધિકારીઓનું કહેવું છે કે ગ્લૂકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોનાના દર્દીઓએ ઓક્સિજન પર વધુ નિર્ભર રહેવું પડશે નહીં. આ સાથે જ તેઓ જલદી સ્વસ્થ થશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-17 10:31:30

નવી દિલ્હી: કોરોના (Coronavirus) સામેની જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે DRDO ની એન્ટી કોવિડ મેડિસિન 2 ડીજી(2-DG) 17મી મેના રોજ દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ જશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન આજે આ દવાની પહેલી ખેપ રિલીઝ કરશે. 

પાઉડર ફોર્મમાં ઉપલબ્ધ હશે દવા
DRDO
ના જણાવ્યાં મુજબ 2ડીઓક્સી ડી-ગ્લુકોઝ દવાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સિસ(INMAS) દ્વારા હૈદરાબાદની ડોક્ટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરાઈ છે. હાલમાં જ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થયા બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કહેવાય છે કે આ દવાઓ સેશેટમાં ઉપલબ્ધ હશે. એટલે કે દર્દીએ તેને પાણીમાં ભેળવીને લેવી પડશે. 

આ દવાથી ઓક્સિજન લેવલ મેન્ટેઈન રહેશે
અધિકારીઓનું કહેવું છે કે ગ્લૂકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોનાના દર્દીઓએ ઓક્સિજન પર વધુ નિર્ભર રહેવું પડશે નહીં. આ સાથે જ તેઓ જલદી સ્વસ્થ થશે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પણ જે કોરોના દર્દીઓને આ દવા અપાઈ હતી તેમના RT-PCR રિપોર્ટ જલદી નેગેટિવ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ દવા સીધી વાયરસથી પ્રભાવિત સેલ્સમાં જઈને જામી જાય છે અને વાયરસ સિન્થેસિસ અને એનર્જી પ્રોડક્શનને રોકીને વાયરસને વધવાથી રોકે છે.  આ દવાને સરળતાથી ઉત્પાદિત કરી શકાય છે. એટલે કે બહુ જલદી તે સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post