• Home
  • News
  • સુરતમાં હર ઘર તિરંગા યાત્રાનો ડ્રોન નજારો:ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ પણ જોડાયા, હર્ષ સંઘવીએ કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં લિસ્ટેડ આતંકવાદીઓના પરિવાર પણ તિરંગો લહેરાવી રહ્યા છે
post

લાલ ચોકમાં 2014માં પાકિસ્તાનના ઝંડા લહેરાતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 17:48:11

દેશભરમાં 75મા સ્વાતંત્ર દિવસની દબદબાભેર ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. હર ઘર તિરંગાના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ વિધાનસભા વિસ્તારોની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં બાઈક રેલી કાઢવામાં આવી હતી. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ પણ તિરંગા યાત્રામાં જોડાયાં હતાં. હર્ષ સંઘવીએ યાત્રા દરમિયાન કહ્યું કે, દેશ આઝાદ થયો ત્યારે જે માહોલ હતો તેવો જ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં લિસ્ટેડ આતંકવાદીઓના પરિવાર પણ તિરંગો લહેરાવી રહ્યા છે

તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા
15મી ઓગસ્ટ પૂર્વે દેશભરમાં દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર અત્યારથી જ અલગ અલગ જગ્યા ઉપર નીકળતી તિરંગા યાત્રાને કારણે અનેરો માહોલ ઊભો થઈ રહ્યો છે. લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આજે ભવ્ય બાઇક રેલી કાઢીને તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજરી આપી હતી. જેને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો માહોલ બદલાયો: હર્ષ સંઘવી
મજુરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં ગત વર્ષે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આઝાદી અપાવનાર, આઝાદીના લડવૈયાઓ, સીમાને સુરક્ષિત રાખનાર આપણા દેશના સૌ સૈનિકો, દેશના અનેક જવાનો જેણે શહાદત આપી હોય, તેવા સૌ જવાનોને નમન કરતા દેશભરમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગત વર્ષે પણ આપણે કદાચ જ કોઈ ગામમાં ઘર બાકી રહી ગયું હોય જ્યાં તિરંગો ન લહારાયો હોય.

લાલ ચોકમાં 2014માં પાકિસ્તાનના ઝંડા લહેરાતા
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ફરી એકવાર કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી આજે વહેલી સવારે જ્યારે છાપું વાંચતો તો ત્યારે જોયું ટોપ લિસ્ટેડ આતંકવાદીના ભાઈ પણ કાશ્મીરમાં આખો પરિવાર સાથે જોડાઈ તિરંગો શાનથી લહેરાવ્યો. દેશમાં એક મોટો બદલાવ નજરે પડી રહ્યો છે. કાશ્મીરના એ લાલ ચોકમાં 8 વર્ષ પહેલાં 2014 પહેલાંનાં દૃશ્ય આપણે સૌ કોઈએ જોયાં છે. જ્યાં પાકિસ્તાનના ઝંડા લહેરાતા હતા. તેવા વિસ્તારોમાં ત્યાંના જ નાગરિકો શાનથી ભારત દેશનો ઝંડો લહેરાવી રહ્યા છે. આઝાદીનાં વર્ષો પછી ફરી એકવાર દેશમાં આઝાદી વખતે જે માહોલ હતો એ પ્રકારની દેશભક્તિનો માહોલ આ વર્ષે નજરે પડી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post