• Home
  • News
  • ડ્રગ્સ કાંડમાં મોટી ઉથલપાથલ, માનવામાં ન આવે એવા 7 બોલિવૂડ ટોપ એક્ટર્સના નામની ચર્ચા
post

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડારમાં એવા તમામ એક્ટર્સ આવનારા દિવસોમાં આવશે જેમનું કનેક્શન અને રોકાણ ક્વાનમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-23 09:55:44

સુશાંત કેસમાં જ્યારથી જ ડ્રગ્સ એંગલ આવ્યો ત્યારથી જ બોલિવૂડમાંથી મોટા મોટા લોકોની મુશ્કેલીઓ વધવા લાગી છે અને હજુ પણ નામો સામે આવી રહ્યા છે. રિયા અને તેના ભાઈને તો જેલમાં પુરી દેવામાં આવ્યા છે અને 6 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે. હવે ધીરે ધીરે આ બધી માયાજાળ છેક દીપિકા પાદુકોણ સુધી પહોંચી છે. ત્યારે સારા અલી ખાન, શ્રધ્ધા કપૂર જેની અનેક અભિનેત્રીના નામ આ પહેલાં જ કેસમાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા મુજબ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોના રડારમાં એવા તમામ એક્ટર્સ આવનારા દિવસોમાં આવશે જેમનું કનેક્શન અને રોકાણ ક્વાનમાં છે. તો અહીં જુઓ આવા અભિનેતા અને અભિનેત્રીઓના નામ


1. દીપિકા પાદુકોણ

2. શ્રદ્ધા કપૂર
3.
સોનમ કપૂર
4
રણબીર કપૂર
5
રીતિક રોશન
6.
ટાઈગર શ્રોફ
7.
જેકલીન ફર્નાન્ડિસ


એનસીબી જે સુશાંત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી હતી તે પોતાની તપાસને આગળ વધારતા એ સ્તર પર આવી ગઈ છે કે જ્યાં તમામ દિગ્ગજ સેલિબ્રિટીના નામે સામે આવી રહ્યા છે. એનસીબી અત્યાર સુધી કેસમાં કુલ 18 લોકોની ધરપકડ કરી ચુકી છે અને હવે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત જેવી અભિનેત્રીઓના નામ સામે આવ્યા બાદ બોલિવૂડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની પહેલાંથી જ આ ડ્રગ્સ કાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. પહેલા રિયા ડ્રગ્સ લેવાની વાતથી ઇનકાર કરી રહી હતી, પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની પૂછપરછમાં રિયાના ભાઈ શૌવિકે એ વાત કબૂલી કે રિયાની ગૌરવ સાથેની ચેટ સાચી છે અને તે ખુદ સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરતો હતો, જેના પૈસા તેની બહેન રિયા આપતી હતી. હવે ભાઈ બહેન બંનેએ 6 ઑક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે. રિયા અને શૌવિકે બૉમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી પણ એ ફગાવી દેવામાં આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post