• Home
  • News
  • ડ્રગ્સ હવે મેક ઇન ગુજરાત:ગુજરાતમાં બનાવેલું 100 કિલોથી વધુ ડ્રગ્સ મહારાષ્ટ્ર મોકલવાનું હતું, ગુજરાત એટીએસે આખું રેકેટ ઝડપી પાડ્યું
post

29 નવેમ્બરે રાત્રે ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-07 19:28:37

અમદાવાદ: વડોદરાના સિંધરોટમાંથી ડ્રગ્સ બનાવવાનું મેન્યુફેક્ચરિંગ યુનિઝ ગુજરાત એટીએસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન વડોદરા અને આસપાસના વિસ્તારમાં સંતાડવામાં આવેલા ડ્રગ્સના જથ્થાને કબ્જે કરી રહી છે. ત્યારે ગુજરાત એટીએસની ટીમે આરોપી શૈલેષ કટારીયાની પૂછપરછમાં વધુ 25 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. આત્યર સુધીમાં કબ્જે કરવામાં આવેલું 100 કિલોથી વધુનું ડ્રગ્સ મહારાષ્ટ્ર ખાતે જવાનું હતું. જેને એટીએસે કબ્જે કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં ડ્રગ્સના જથ્થા સાથે પાંચની ધરપકડ
ગુજરાત એટીએસના અધિકારીઓની ટીમ 29 નવેમ્બરના રોજ મોડી રાત્રે વડોદરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર ખાતેથી અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ જેટલા ઇસમોને પકડ્યા હતા. વડોદરા ગ્રામ્યના સિંધરોટ ગામ ખાતે રેડ કરી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી. જેમાંથી 63 કિલો 613 ગ્રામ તૈયાર મેફેડ્રોન તથા 80 કિલો 260 ગ્રામ મેફેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલા લીકવીડ જેની કુલ અંદાજિત કિંમત 477.385 કરોડ નો મુદ્દામાલ તથા મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમાં લીધેલી મશીનરી કબ્જે કરી હતી.

1.70 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
ડ્રગ્સ કેસમાં 3 ડિસેમ્બરના રોજ એટીએસની ટીમે આરોપી ભરત ચાવડાની ધરપકડ અને પૂછપરછ કરતા તેના દ્વારા સંતાડવામાં આવેલા મેફેડ્રોન જથ્થો તેણે બતાવેલી જગ્યાએ સર્ચ હાથ ધરતા બે પ્લાસ્ટીકની થેલીઓમાં 1.70 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો અંદાજિત કિંમત 8.85 કરોડનો મળી આવ્યો હતો.

કુલ 607 કરોડનો મેફેડ્રોનનો જથ્થો પકડી પાડ્યો
આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી શૈલેશ કટારીયાએ તેના ઘરે વધુ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો હતો. જેથી ગુજરાત એટીએસ ટીમ અને એસઓજી વડોદરાની ટીમે તપાસ કરતા અલગ અલગ પેકિંગની થેલીઓ મળી આવી હતી. જેથી થેલીઓમાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવતા તેની એફએસએલની ટીમ દ્વાર તપાસ કરવામાં આવી હતી. 24.28 કિલો મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 121.40 કરોડની થાય છે. આ ડ્રગ્સ આરોપીઓએ સિંધરોટ ગામની સીમમાં બનાવેલ ફેક્ટરીમાં બનાવ્યું હતું. આમ આ કેસમાં અત્યાર સુધી કુલ 607.635 કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો પકડી પાડ્યો છે.

સયાંજીગંજ વિસ્તારમાંથી 100 કિલો રો-મટિરિયલ જપ્ત કર્યું
6
ડિસેમ્બરે પકડાયેલા આરોપીઓ પૈકી સૌમિલ પાઠક, ભરત ચાવડા અને શૈલેશ કટારીયાને સાથે રાખી આ મેફેડ્રોન બનાવવા માટે વપરાતું 100 કિલો જેટલું મુખ્ય રો-મટિરિયલ વડોદરા સિટીના સયાંજીગંજ વિસ્તારમાંથી સર્ચ દરમિયાન કબ્જે કરી તપાસ અર્થે જપ્ત કર્યું હતું. સયાજીગંજ વિસ્તારમાં મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમાં લીધેલા લેબની મશીનરી તેમજ વપરાશમાં લીધેલી જગ્યા મળી આવી હતી.

29 નવેમ્બરે રાત્રે ATSએ ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી હતી
વડોદરા શહેર નજીક સિંધરોટની સીમમાં મહીસાગરના કાંઠે આવેલા ખેતરમાં સવા મહિના પહેલાં જ ઊભી કરાયેલી ફેક્ટરીમાં એટીએસે રેડ કરીને તૈયાર 63 કિલો 613 ગ્રામ એમડી ડ્રગ્સ અને એમડી ડ્રગ્સ બનાવવાનું 80 કિલો અને 260 ગ્રામ જુદું-જુદું લિક્વિડ મટિરિયલ મળી કુલ 500 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એટીએસે સૂત્રધાર સૌમીલ પાઠક સહિત 5 આરોપીની ધરપકડ કરી ફેક્ટરી સીલ કરી હતી. એટીએસનું ઓપરેશન 14 કલાકથી વધુ સમય ચાલ્યું હતું. મોક્સી બાદ સિંધરોટની રેડમાં પણ વડોદરા જિલ્લા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. કોલ સેન્ટરના ધંધામાં સૌમીલને ખોટ જતાં ઇઝી મની માટે તે ડ્રગ્સના વેપલામાં પડ્યો હતો. સૌમીલ મુંબઇની રેવ પાર્ટીમાં મોડેલ્સને ડ્રગ્સ આપવામાં મુંબઇ પોલીસના હાથે ઝડપાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post