• Home
  • News
  • દુશ્મનો સાવધાન, ભારતીય એરફોર્સને ફ્રાન્સથી મળ્યું પહેલું રાફેલ ફાઇટર જેટ, આગામી એરફોર્સ ચીફના નામ પરથી ટેલ નંબર RB-01
post

દુશ્મનો સાવધાન, ભારતીય એરફોર્સને ફ્રાન્સથી મળ્યું પહેલું રાફેલ ફાઇટર જેટ, આગામી એરફોર્સ ચીફના નામ પરથી ટેલ નંબર RB-01

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 11:50:44

આખરે ભારતીય વાયુસેનાને પહેલા ફાઇટર વિમાન રાફેલની ડિલિવરી મળી ગઇ છે, 20 સપ્ટેમ્બરે ફ્રાન્સમાંથી ભારતને રાફેલ કોમ્બેટ ફાઇટર જેટની ડિલિવરી મળી છે, દસોલ્ટ એવિએશન કંપની સાથે ભારત સરકારે ડીલ કરી હતી, જેમાં એક ફાઇટર પ્લેન ભારતને અપાયું છે, બાકીના કંપની તૈયાર કરી રહી છે, આ પ્લેનનો ટેલ નંબર RB-01 રાખવામાં આવ્યો છે, RB-01 ટેલ નંબર આગામી એરફોર્સ ચીફ એર માર્શલ આર.કે.એસ ભદૌરિયાના નામ પરથી રાખવામાં આવ્યો છે જેમનો આ ડિફેન્સ ડીલમાં મોટો ફાળો છે. પ્લેનની ડિલીવરી લેવા ફ્રાન્સ પહોંચેલા એરમાર્શલ વી.આર.ચૌધરીએ એક કલાક રાફેલને ઉડાવ્યું હતુ, દુશ્મનોને જડબાતોડ જવાબ આપે તેવા આ રાફેલ પ્લેનને 8 ઓક્ટોમ્બરે ભારતીય વાયુસેનામાં સામેલ કરાશે, આ દિવસે ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફ્રાન્સમાં હાજર રહેશે, જો કે રાફેલનો વાયુસેનાએ ઉપયોગ કરવા માટે હજુ થોડા મહિનાઓ રાહ જોવી પડશે, તેના બધા જ પરીક્ષણો પુરા થયા બાદ તેનો ઉપયોગ કરી શકાશે. 

ભારત સરકારે કરોડો રૂપિયાના ખર્ચે 36 રાફેલ ખરીદવાની ડીલ કરી છે અને તે જુદા જુદા સમયે ભારતીય એરફોર્સને મળશે, રાફેલ અંબાલા, હરિયાણા અને હાશિમારા એરબેઝ પર તૈનાત કરાશે, અગાઉ કોંગ્રેસે રાફેલની ખરીદીમાં કરોડોનું કૌભાંડ થયાના આક્ષેપ સાથે ભાજપ સરકાર સામે મોટું અભિયાન ચલાવ્યું હતુ, પરંતુ આ અભિયાન માત્ર લોકસભા ચૂંટણી સુધી જ ચાલ્યું હતુ, બાદમાં કોંગ્રેસે આ મુદ્દો પડતો મુક્યો હતો, હવે પાકિસ્તાન અને ચીનને જવાબ આપી શકે તેવા રાફેલ ભારતને મળી રહ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post