• Home
  • News
  • દ્વારકામાં 87 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ગુજરાતમાં ચોમાસાનો 25% વરસાદ, રાજકોટમાં 18 કલાકમાં 10 ઈંચ, કાલાવડમાં 14.5 ઇંચ વરસાદ
post

દ્વારકામાં સરેરાશના 90% અને પોરબંદરમાં 71.54% વરસાદ પડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-07 08:57:39

દ્વારકા: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સોમવાર સવારથી જ વરસાદ શરૂ થયો હતો. રાજકોટ શહેરમાં આખરે વરસાદ શરૂ થતા શહેરવાસીઓએ રાહત અનુભવી હતી. રવિવાર રાત્રીના 12 કલાક બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને સવારે 7 વાગ્યા બાદ વરસાદ જામ્યો હતો. સાંજના 7 વાગ્યાની સ્થિતિએ 10 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજકોટના ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમોમાં પાણી વધતા 3 ડેમ ભરાયા હતા જેમાં ન્યારી-2 અને આજી-3નો સમાવેશ થાય છે, જ્યારે આજી-2માં રૂલ લેવલ સુધી સ્તર પહોંચતા ગેટ ખોલાયા હતા. શહેરમાં 3 સ્થળે ઝાડ ધરાશાયી થયા. એરપોર્ટ દિવાલ ધસી પડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ નહોતી.જામનગરના કાલાવડમાં મુશળધાર સાડા બાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં 15 ઇંચ સુધી વરસાદ પડી ગયાના અહેવાલ સાંપડી રહ્યા છે. રવિવાર રાતથી જ મંડાયેલા મેઘાએ ઇનિંગ આગળ ધપાવી હતી. જો કે ભારે વરસાદના લીધે વૃક્ષો પડી ગયાના અને જર્જરિત ઇમારતોની દિવાલ ધસી પડ્યાના બનાવો પણ બન્યા હતા. અનેક ડેમોમાં નવા નીરની આવક થઇ હતી અને નદી નાળાં બે કાંઠે વહ્યા હતા. ઉપલેટા શહેરમાં 4 ઈંચ, ટંકારા 4, ધોરાજી 4 ઈંચ, જામકંડોરણા 3 ઈંચ, જસદણ 3 ઈંચ, જસદણ 3 ઈંચ, વાંકાનેર 2 ઈંચ અને મોરબીમાં દોઢ ઈંચ પાણી પડી ગયું હતું.

જામનગરના કાલાવડમાં રવિવાર રાતથી સોમવાર સાંજ સુધીમાં જબરદસ્ત મેઘો મંડાયો હતો અને  315 મીમી એટલે કે સાડાબાર ઇંચ પાણી વરસી પડ્યું હતું. બીજી તરફ જામજોધપુરમાં 5 ઇંચ, જામનગરમાં ચાર, જોડિયામાં સાડા ત્રણ, ધ્રોલમાં સાડા છ, લાલપુરમાં ચાર, ખંભાળિયામાં 6 ઇંચ, કલ્યાણપુરમાં 11 ઇંચ, દ્વારકામાં સાડા દસ અને ભાણવડમાં 7 ઇંચ ધમાકેદાર વરસાદ પડી થતાં પંથક પાણી પાણી થઇ ગયો હતો.

24 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 6 ઇંચ, જૂનાગઢમાં 2 ઇંચ, ભેંસાણમાં 3.5 ઇંચ, મેંદરડામાં 4.5 ઇંચ, માંગરોળમાં 3 ઇંચ, માણાવદરમાં 4 ઇંચ, માળિયા હાટીનામાં 2.5 ઇંચ, વંથલીમાં 2.5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ થયો હતો. ગિર સોમનાથ જિલ્લાના ઊનામાં 2 ઇંચ, કોડીનારમાં 3 ઇંચ, ગિરગઢડામાં પોણા ત્રણ ઇંચ, તાલાલામાં 2.5 ઇંચ, વેરાવળમાં 3 ઇંચ અને સુત્રાપાડામાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં દોઢ ઇંચ, પોરબંદરમાં પોણો ઇંચ અને કુતિયાણામાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે અમરેલી જિલ્લાના અમરેલીમાં 2 ઇંચ, ખાંભા 2 ઇંચ, વડિયા 2 ઇંચ, સાવરકુંડલા 2 ઇંચ, જાફરાબાદ અઢી ઇંચ, રાજુલા 1 ઇંચ, લાઠી 1 ઇંચ, ધારી અડધો ઇંચ, બાબરા દોઢ ઇંચ, બસગરા દોઢ ઇંચ અને લીલિયામાં દોઢ ઇંચ વરસાદ થયો હતો. 

એકધારા વરસાદને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રની તમામ નદીઓ જીવંત થઇ ઉઠી છે. અને તમામ જળાશયોમાં પાણીની આવક થવા લાગી છે. તેમાં જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, માણાવદરનો રસાલા ડેમ, બાંટવા ખારો ડેમ, પોરબંદરના સોરઠી, મેઢાક્રીક અને ફોદાળા ડેમ ઓવરફ્લો થયા છે. તો જૂનાગઢના ઓઝત-2 ડેમના 3 દરવાજા ખોલાયા છે. જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માણેકવાડાનું માલબાપા મંદિરમાં સાબલી નદીના પાણી ઘૂસ્યા હતા. તો કેશોદના ઘેડ બામણાસામાં ગામમાંથી ખેતરોમાં અવરજવર માટેનો પુલ ધરાશાયી થયો હતો. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પણ ગાંડીતૂર બની હતી.

ગોહિલવાડ પંથકમાં આજે પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. મહુવા પંથકમાં બે ઇંચ અને તળાજામાં એક ઇંચ વરસાદ વહેલી સવારે વરસી ગયો હતો. ગારિયાધારમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છ પર મેઘો મહેરબાન, ભચાઉમાં 5, ગાંધીધામ, અંજારમાં 2 અને રાપરમાં દોઢ ઇંચ વરસ્યો, ભુજમાં પોણો અને મુન્દ્રામાં અડધા ઇંચ.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સરેરાશ દોઢથી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં 3 ઇંચ અને સુરત જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અંકલેશ્વરમાં રાત્રી થી સાજના 4 વાગ્યા સુધી દોઢ ઇંચ વરસાદ નોંધાયો  હતો.

ક્યાં કેટલો વરસાદ

તાલુકો

વરસાદ

ઉપલેટાગ્રામ્ય

15 ઇંચ

કાલાવડ

14.5 ઇંચ

કલ્યાણપુર

11 ઇંચ

દ્વારકા

10.5 ઇંચ

રાજકોટ

10 ઇંચ

ભાણવડ

7 ઇંચ

ધ્રોલ

6.5 ઇંચ

ખંભાળિયા

6 ઇંચ

કેશોદ

6 ઇંચ

જોમજોધપુર

5 ઇંચ

મેંદરડા

4.5 ઇંચ

માણાવદર

4 ઇંચ

વિસાવદર

4 ઇંચ

નવસારી

3.4 ઇંચ

વલસાડ

2.5 ઇંચ

 

adv

Related News

post
post
post
post
post
post
post