• Home
  • News
  • બિહારના રાજકારણમાં ભૂકંપ: JDUએ પૂર્વ કેન્દ્રીય મંત્રી RCP સિંહ પર લગાવ્યા ગંભીર આરોપ
post

પ્રદેશાધ્યક્ષ ઉમેશ સિંહે કહ્યુ કે, તેઓ ટૂંક સમયમાં તેમના અને તેમના પરિવાર સાથે જોડાયેલી સંપત્તિ મામલે પોતાની રાય સ્પષ્ટ કરે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-06 15:54:14

પટના: પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ પર જનતા દળ (યુનાઈટેડ) JDUએ મોટો આરોપ લગાવ્યો છે. JDUનું કહેવું છે કે, આરસીપી સિંહે પાર્ટીમાં રહેતા કરોડો રૂપિયાની અગણ્ય સંપત્તિ પોતાના અને પોતાના પરિવારના નામે કરી દીધી છે. બિહાર JDUના અધ્યક્ષ ઉમેશ સિંહ કુશવાહાએ આરસીપી સિંહને કારણ જણાવો નોટિસ મોકલીને અકૂત સંપત્તિઓ અને અનિયમિતતાઓ પર જવાબ માગ્યો છે. JDUની આ નોટિસથી બિહારના રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે. 

જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહના લાંબા સમયથી પાર્ટી હાઈકમાન્ડ સાથે ખરાબ સંબંધો છે. આ કારણથી તેમને રાજ્યસભાની ટિકિટ ન મળી અને પછી કેન્દ્રીય પ્રધાન પદ ગુમાવવું પડ્યું હતું. હાલમાં આરસીપી સિંહ પાર્ટી અને સરકારમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. હવે JDU નેતૃત્વએ તેમના પર ગંભીર આરોપ લગાવ્યા છે.

શું છે સમગ્ર મામલો?

પ્રદેશાધ્યક્ષ દ્વારા આરસીપી સિંહને લખેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, નાલંદા જિલ્લાના બે JDU નેતાઓએ પુરાવા સાથે તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમાં કહેવામાં આવ્યું કે, આરપીસી સિંહે તેમના અને તેમના પરિવારના નામ પર વર્ષ 2013થી 2022ની વચ્ચે અગણ્ય અચલ સંપત્તિ કરી છે. તેમાં ઘણા પ્રકારની અનિયમિતતા મજર આવી રહી છે. 

ઉમેશ સિંહ કુશવાહાએ RCPને કહ્યું કે તમે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે અધિકારી અને રાજકારણી તરીકે કામ કર્યું છે. બે વાર તમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી હતી. કેન્દ્રમાં મંત્રી તરીકે કામ કરવાની તક પણ મળી. આ દરમિયાન સીએમ નીતિશે તમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રી ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરે છે અને આટલા મોટા નેતા હોવા છતાં તેમને કોઈ ડાઘ નથી લાગ્યો કે કોઈ સંપત્તિ ઊભી નથી કરી.

JDUએ અગણ્ય સંપત્તિ મામલે આરસીપી સિંહ પર જવાબ માગ્યો છે. પ્રદેશાધ્યક્ષ ઉમેશ સિંહે કહ્યુ કે, તેઓ ટૂંક સમયમાં તેમના અને તેમના પરિવાર સાથે જોડાયેલી સંપત્તિ મામલે પોતાની રાય સ્પષ્ટ કરે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post